Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેરકાયદે ખનન અંગેની એફઆઈઆર નોંધવા અંગે અ૫ાઈ મહત્ત્વની સૂચનાઃ
જામનગર તા.૧૫ ઃ રાજ્યની પોલીસ દ્વારા ગેરકાયદે ખનીજ ખનન અંગે કરવામાં આવતી એફઆઈઆર સામે રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીએ તાજેતરમાં રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરાયેલા ઠરાવ હેઠળ રોક લગાવી છે. પોલીસે ખાણ ખનીજ વિભાગના સંકલનમાં રહી જ્યારે ઓર્થોરાઈઝડ ઓફિસર દ્વારા ફરિયાદ કરવામાં આવે ત્યારે જ એફઆઈઆર નોંધી તપાસ કરવી તેવો આદેશ કરાયો છે. જ્યારે રાજ્યના ગૃહવિભાગે પણ ખાણ ખનીજની ટીમને ત્વરિત સહયોગ આપવા માટે સૂચના આપી છે.
રાજ્યમાં કેટલાક શહેર તથા જિલ્લાઓમાં થતાં ગેરકાયદેસર ખનીજ ખનન અંગે કેટલાક સમયથી પોલીસ દ્વારા આઈપીસીની કલમ-૧૨૦ બી તેમજ ૩૭૯ હેઠળ અને માઈન્સ એન્ડ મીનરલ્સ એક્ટ-૧૯૫૭ની કલમ ૨૧ સાથે એફઆઈઆર નોંધવામાં આવે છે. જ્યારે માઈન્સ એન્ડ મીનરલ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની જવાબદારી કેન્દ્રના ખાણ ખનીજ વિભાગ તથા રાજ્યના ખાણ ખનીજ વિભાગની છે. કાયદામાં કરાયેલી જોગવાઈ મુજબ માઈન્સ અને જિઓલોજીના કમિશનર અને અન્ય છ અધિકારીને તે કાર્યવાહી માટે ઓથોરાઈઝડ ઓફિસર જાહેર કરાયા છે.
તે ઉપરાંત કાયદાની કલમ-રરમાં કરાયેલી જોગવાઈ મુજબ કોઈપણ ન્યાયાલય માત્ર સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલી ફરિયાદ પર જ લક્ષ આપે તેવી પણ જોગવાઈ છે અને કલમ-ર૪ની જોગવાઈ મુજબ અધિકૃત અધિકારીને જ ખાણમાં પ્રવેશ અને નિરીક્ષણની સત્તા છે. તેથી પોલીસ અધિકારીઓને ખાણમાં પ્રવેશ-નિરીક્ષણ કરવાની અને આઈપીસી ૧૫૪ હેઠળ એફઆઈઆર નોંધી તપાસ કરવાની સત્તા નથી.
ઉપરોક્ત જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયએ આદેશ કર્યાે છે કે, શહેર કે જિલ્લાની પોલીસે ગેરકાયદેસર ખનન અંગે એફઆઈઆર ન નોંધવી. આ પ્રકારની કાર્યવાહીથી અધિકૃત અધિકારીને કલમ-૨૩ (એ) હેઠળ ગુન્હાને માંડવાળ કરી દંડ વસૂલવાની કામમાં અવરોધ થઈ રહ્યો છે તેથી પોલીસની આ કાર્યવાહી ઉપર રાજ્યના મુખ્ય અધિકારીએ રોક લગાવી છે. આવી કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓ સામે વધુ પડતી સખ્તી અને કરપ્શનના આક્ષેપ થવાની શક્યા રહેલી છે તેથી આ સૂચના જારી કરાઈ છે.
રાજ્યમાં બિનઅધિકૃત ખનીજ ખોદકામ, સંગ્રહ, વહન અટકાવવા માટે રાજ્યના ગૃહ વિભાગે કરેલા ઠરાવથી કલેક્ટર (જિલ્લા મેજિસ્ટ્રેટ)ની અધ્યક્ષતા હેઠળ જિલ્લાકક્ષાની ટાસ્કફોર્સની રચના કરાઈ છે અને તે ટીમમાં જે તે જિલ્લાના એસપી પણ સદસ્ય છે. આ ઠરાવમાં પોલીસ દ્વારા સંબંધિત કલેક્ટર તથા ખાણ ખનીજ વિભાગના જિલ્લાકક્ષા ના અધિકારીઓને આપવાનો થતો સહયોગ અંગે વિસ્તૃત સૂચના આપવામાં આવી છે અને ગેરકાયદે ખનન પ્રવૃત્તિ અટકાવવા અને બનેલા બનાવ અંગે ફોજદારી કાર્યવાહી કરવા તે સૂચનાઓ મુજબ કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ સાથે સંકલન કરવા મુખ્ય પોલીસ અધિકારીએ સૂચના આપી છે.
આ ઉપરાંત રાજ્યના ગૃહવિભાગના નાયબ સચિવ પ્રદીપ પારેખ દ્વારા અપાયેલી સૂચના મુજબ ખાણ ખનીજ વિભાગ દ્વારા જ્યારે કોઈ વાહન સીઝ કરવામાં આવે ત્યારે તે વાહનને પોલીસ મથકે રાખવા, સહયોગ આપવા ઉપરાંત તે વાહનને ઓછામાં ઓછા પંદર દિવસ સુધી રાખી તપાસ કરવા અને રાજ્યસાત કરવાની કામગીરી કરવાની રહેેશે. પોલીસ ફરિયાદ થાય ત્યારે તત્કાલના ધોરણે જરૃરી પોલીસ સેવા આપવાની રહેશે. રેતીને રાજ્ય બહાર લઈ જવા પર પ્રતિબંધ હોવાથી રાજ્ય બહાર રેતી લઈ જતાં વાહનો પકડી જે તે જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીને હવાલે કરવા અને ફ્લાઈંગ સ્કવોડને તેની કામગીરી વધુ ઘનિષ્ઠ બનાવવા માટે જરૃર પડે ત્યારે પોલીસ સહયોગ આપવા પણ રાજ્યના ગૃહવિભાગના નાયબ સચિવે સૂચના આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial