Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરફેસી એક્ટ હેઠળ કરાઈ હતી અરજીઃ
જામનગર તા.૧૫ ઃ જામનગરના અંધાશ્રમ પાસે આવેલી એક મિલકતનો કબજો અપાવવા એક ખાનગી બેંકે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી હતી. તે અરજી અંગે લોન મેળવનાર પેઢી દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી મેજિસ્ટ્રેટે તે અરજી ફાઈલ કરવાનો હુકમ કર્યાે છે.
જામનગરના અંધાશ્રમ ૫ાછળ આવેલા હીરા પાર્કમાં આવેલી કિંમતી મિલકત કબજે લેવા એચડીએફસીના રાજકોટ સ્થિત અધિકારીએ જામનગર મેજીસ્ટ્રેટ સમક્ષ અરજી કરી હતી. તે અરજીમાં જણાવાયા મુજબ આર.બી. વોરા એન્ડ સન્સ નામની પેઢીના ધર્મેશ રામજીભાઈ વોરા, કાજલબેન ધર્મેશ વોરા, રામજીભાઈ ભગવાનજી વોરાએ બેંકમાંથી લોન મેળવી હતી.
તે લોન અંગે રૃા.૨૩ લાખ ૪૫૦૮૧ની રકમ ચૂકવવાની બાકી હોય તે રકમ સામે ઉપરોક્ત મિલકતનો કબજો મેળવવા જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ સોગંદનામું તથા અરજી કરાઈ હતી. તેની સામે હાજર થયેલા સામાવાળાના વકીલે દલીલ કરી હતી કે, રજીસ્ટર્ડ મોર્ગેજ કે અન્ય કોઈ દસ્તાવેજ રેકર્ડ પર રજૂ થયા નથી. તેમજ સિક્યોર્ડ એસેટ્સની વ્યાખ્યામાં આ મિલકત આવતી નથી. અરજદાર ઓથોરાઈઝડ ઓફિસર ન હોવા છતાં તેઓએ સોગંદનામું કર્યું હોય તે માટે તેમની સામે કાયદેસર પગલાં ભરવા અરજી પણ કરાઈ છે ત્યારે આ અરજી ટકવા પાત્ર નથી. જિલ્લા મેજીસ્ટ્રેટે એચડીએફસીની અરજી દફતરે કરવાનો હુકમ કર્યાે છે. સામાવાળા તરફથી વકીલ મોહસીન ગોરી, જીતેશ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial