Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવની પાળ ખુલ્લી મૂકવાની જાહેરાતની બહાદુરી !
જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકાના અણઘડ નિર્ણયો, અણઆવડત કે કયાંક શંકાસ્પદ રીતે થતાં કામોના કારણે સમસ્યાનો ઉકેલ લાવવાની વાતો-જાહેરાતો હાસ્યાસ્પદ અને ટીકાપાત્ર બની રહે છે... કાયમ માટે.
જામનગર શહેરમાં થોડા દિવસો અગાઉ ભારે વરસાદ પડતા શહેરની મધ્યમાં આવેલ લાખોટા તળાવની પાળના બે-ત્રણ સ્થળે દીવાલો તૂટી પડવાના-ધસી પડવાના બનાવ બન્યા હતાં. જેના કારણે તળાવની પાળે હરવા-ફરવા જતા, જોગીંગ કે વોક માટે જનારા નગરજનોને થોડા દિવસો માટે સંપૂર્ણ પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી.
આ પ્રવેશબંધી કરાયા પછી દીવાલ રીપેર કરવાની કામગીરી તો જ્યારે થાય તયારે... પણ મહાનગરપાલિકા તંત્રએ નગરજનો ઉપર જાણે ઉપકાર કરતા હોય તેમ પ્રવેશબંધી હટાવી લેવાની જાહેરાત કરી છે.
ધસી પડેલી કે તૂટેલી દીવાલોવાળી જોખમી જગ્યાઓ પાસે પતરાની આડશો ખડકી દેવામાં આવી છે. ત્યારે સૌના મનમાં સવાલ થાય કે જો માત્ર પતરાની આડશો મૂકવાનો કામચલાઉ ઈલાજ જ કરવાનો હતો તો પછી આટલા બધા દિવસ શા માટે પ્રવેશબંધી કરી દેવાય... પતરાની આડશો તો ગણતરીના કલાકોમાં ઊભી થઈ જાય! અને આવા આડશો મૂકવાના કામમાં તો મનપાના માનીતા કોન્ટ્રાક્ટર તૈયાર જ હોય છે
એની વે... જોખમી ભાગો તો કમ-સે-કમ ઢંકાયા, અને સલામત ઉપાય અજમાવાયો, તેથી તળાવની પાળે જોગીંગ-વોક કરનારાઓને રાહત થઈ છે, તે નક્કી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial