Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૧૮ જુલાઈથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડઃ ફરીથી મેઘાની તોફાની બેટીંગની આગાહી

સિઝનનો ૪૯.૨૧% વરસાદ પડ્યોઃ ૨૦૬ માંથી ૭૫ જળાશયો હાઈએલર્ટ પરઃ

અમદાવાદ તા. ૧પઃ ગુજરાતમાં ૧૭ જુલાઈ પછી એટલે કે ૧૮ જુલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, અને કેટલાક સ્થળે મેઘાની તોફાની બેટીંગની સંભાવના પણ જણાવાઈ રહી છે.

ગુજરાતમાં ૧૮ જુલાઈ પછી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સાથે આગામી તા. ૧૭ અને ૧૮ જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી તા. ૧૭ જુલાઈ પછી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે, તો આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં ૧૭ જુલાઈ પછી ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બની રહ્યો છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાંફરી એકવાર મેઘરાજાની તોફાની બેટીંગ શરૃ થાય તેવું અનુમાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટછવાયો વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને આગામી તા. ૧૮ જુલાઈ પછી વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ દિવસોમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાનવિભાગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો ૪૯.ર૧ ટકા વરસાદ થઈ ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ ૧૧ર, તો સૌરાષ્ટ્રમાં ૬૬.૪૮ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં પ૦, દક્ષિણ ગુજરાતમાં ૪૦ ટકા વરસાદ થઈ ચૂક્યો છે, તેમજ મધ્ય ગુજરાતમાં ૩૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતાં રાજ્યના કુલ ર૦૭ પૈકી ૭પ જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રના ર૧, કચ્છના ૮ જળાશયો ઓવરફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક-એક જળાશય ઓવરફ્લો થઈ ચૂક્યા છે. હાલમાં રાજ્યના ૧પ જળાશયો એલર્ટ પર છે. ૧૯ જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના ર૦૭ જળાશયોમાં કુલ પ૦.૩૭ ટકા જળસંગ્રહ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh