Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમરના દુઃખાવામાં હવે ઓ૫રેશન વગરની સારવારઃ
ઘણાં લોકોના ઘૂંટણના સાંધાની પાછળ સોજો આવેલો દેખાતો હોય છે. આ પણ એક પ્રકારની સાંધાની તકલીફ છે. મેડિકલ ટર્મિનોલોજીમાં તેને બેકર સીટ કહે છે. સામાન્ય રીતે આ તકલીફ ગૃહિણીઓમાં વધારે જોવા મળતી હોય છે. આ રોગમાં ઘૂંટણના સાંધાની પાછળ સોજો આવી જતો હોય છે અને તેમાં સાયનો વીયલ ફલ્યુઈડ (પ્રવાહી) ભરાઈ જતું હોય છે. આ પ્રવાહીનું મુખ્ય કામ સાંધામાં લુબ્રિકેશન કરવાનું હોય છે. આ રોગ મુખ્યત્વે ઘૂંટણના સાંધાના આર્થરિટિસ (વા) સાથે જોવા મળતો હોય છે.
આ રોગમાં ઘૂંટણમાં મુખ્યત્વે દુઃખાવો સોજો અને સ્નાયુમાં જડતાનો આવ્યાનો અનુભવ થતો હોય છે. જો દર્દીની સાચી અને સારી રીતે તપાસ કરવામાં આવે, તેમાં તેના કમરની આસપાસના સ્નાયુનો પાવર તથા તેમાં રહેલી ટેન્ડરનેસ (સોજો) તથા કમરમાંથી નીકળતી નર્વના જુદા-જુદા ટેસ્ટ કરીને પણ ચેક કરી શકાય છે.
ખૂબ જ મહત્ત્વનું એ છે કે, કમરના મણકા એ એક પ્રકારના હાડકાં છે અને હાડકાંને પકડી રાખવા માટે તેની આસપાસના સ્નાયુઓને એન્ટીગ્રેવિટી મસલ્સ પણ કહેવાય છે. જો એન્ટીગ્રેવિટી મસલ્સ નળબા પડે તો બે મણકા એકબીજા પાસે આવવાની શરૃઆત થાય છે તથા તે સ્નાયુઓમાં સોજો આવી જાય છે, જેનાથી કમરના દુઃખાવાની શરૃઆત થતી હોય છે.
ઘણી બધી વાર કમરના દુઃખાવા અંગે એવી ગેરમાન્યતાઓ હોય છે કે, સ્ત્રીઓને ડિલિવરી પછી કમરનો દુઃખાવો રહેશે જ. પરંતુ તે તદ્દન ખોટું હોય છે. ડિલિવરી પછી સામાન્ય રીતે સ્ત્રીઓને બન્ને બાજુ સેકરોઈલિયાક જોઈન્ટ (એસ-આઈ જોઈન્ટ) નો દુઃખાવો થતો હોય છે. તેનું કારણ, એ છે કે, પ્રસૂતિ દરમિયાન પેટના ભાગમાં વધારો થાય એટલે પાછળ કમરની નજીકના સાંધા સેકરોઈલિયા જોઈન્ટ પર દબાણ તણાવ વધે છે. તેનાથી તેને પકડી રાખતા લિગામેન્ટમાં સોજો આવી જતો હોય છે, એ દુઃખાવો સ્ત્રીઓને પજવે છે, નહીં કે કમરના મણકા, પરંતુ આ રોગનું નિદાન ન થાય તો તેની સારવાર થઈ શકતી હોતી નથી.
આજ રીતે ઘણીવાર સ્ત્રીઓનું માનવું હોય છે કે, સી-સેકશન પછી કમરના મણકાનો દુઃખાવો થતો હોય છે, કારણ કે, તેમને મણકામાં ઈન્જેકશન આપવામાં આવ્યું હોય છે, પરંતુ તે પણ એક પ્રકારની ગેરમાન્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial