Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વર્ષે અત્યાર સુધીમાં ર૪ ના મૃત્યુઃ
નવી દિલ્હી તા. ૧પઃ અમરનાથ યાત્રામાં છેલ્લા ૩૬ કલાકમાં પ સહિત કુલ ર૪ લોકોના જીવ ગયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટના કારણે થયા હોવાનું જાણવા મળે છે.
આ વર્ષ અમરનાથ યાત્રા શરૃ થયા પછી અનેક શ્રદ્ધાળુઓના મોત થયા છે. મળેલ માહિતી મુજબ છેલ્લા ૩૬ કલાક દરમિયાન વધુ પ અમરનાથ યાત્રીઓના મોત થયા છે. જે પછી આ વર્ષની યાત્રા દરમિયાન મૃત્યુઆંક વધીને ર૪ થઈ ગયો છે. ગુરુવારે સવારે મૃત્યુ પામેલા પ યાત્રીઓમાં એક સાધુ પણ સામેલ છે. જેમાં મોટાભાગના યાત્રિકો કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા હતાં. કુદરતી કારણોસર થયેલા મૃત્યુ પૈકી પ્રવાસ દરમિયાન એક દિવસમાં થયેલા મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે.
શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર યાત્રાના પહેલગામ રૃટ પર ૪ લોકોના મોત થયા હતાં, જ્યારે એકનું બાલટાલ રૃટ પર મોત થયું હતું. મૃત્યુ પામનાર ૪ યાત્રાળુઓ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાતના છે. એક મૃતકની હજુ સુધી ઓળખ થઈ નથી. જે પછી આ પ મૃત્યુ સાથે આ વર્ષે યાત્રા દરમિયાન મૃત્યુઆંક વધીને ર૪ થયો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં યાત્રા ડ્યુટી પરના ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અધિકારી, એક સાધુ અને એક સેવાદાર સામેલ છે. અમરનાથ યાત્રીઓ અને ત્યાં તૈનાત સુરક્ષા દળોમાં મૃત્યુના સૌથી સામાન્ય કારણોમાંથી એક ઊંચાઈ પર ઓક્સિજનની ઓછી માત્રાને કારણે હૃદયની નિષ્ફળતા છે.
અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ ૧.૬ર લાખ તીર્થયાત્રીઓએ કુદરતી બરફના લિંગની રચનાની ઝલક મેળવવા માટે ગુફા મંદિરની મુલાકાત લીધી છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં ૩,૮૮૮-મીટર-ઊંચી ગુફા મંદિરની ૬ર-દિવસીય વાર્ષિક યાત્રા ૧ જુલાઈના અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલથી શરૃ થઈ હતી. આ યાત્રા ૩૧ ઓગસ્ટના પૂરી થવાની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial