Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિ નિમિત્તે મહાપુણ્ય પ્રદાન કરવાના પાવન દિને
વાંકાનેર તા. ૧ર (નિલેશ ચંદારાણા દ્વારા)ઃ સમગ્ર ગુજરાતમાં એક માત્ર આદર્શરૃપ અને રાજ્યના ત્રણ-ત્રણ મુખ્યમંત્રી દ્વારા સન્માનિત થયેલ અંધ-અપંગ અશક્ત ગૌમાતાની સેવાની જ્યોત પ્રસરાવતી સંસ્થા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ-અપંગ ગૌ-આશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે.
પરિવારની જેમ ગૌમાતાઓની સંચાલકો દ્વારા સંભાળ લેવામાં આવે છે. આ ગૌશાળામાં ગૌમાતાને લીલુ-સૂકુ ઘાસ, ગોળ-ખોળ ઉપરાંત દરેક ગાયનું શારીરિક સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે નિષ્ણાત પશુ ચિકિત્સક દ્વારા નિયમિત સારવાર આપવામાં આવે છે. ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ એક્સીડન્ટથી ઘાયલ થયેલ ગૌમાતાઓને સંસ્થા દ્વારા તેના જ વાહનમાં ગૌશાળાએ લાવીને તાત્કાલિક સારવાર આપીને ગૌમાતાને બચાવવાના ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગૌમાતા માટે આઠ એકર જગ્યામાં ૧૭ મોટા શેડ, વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટેના સુંદર અવેડાઓ, અદ્યતન ઓપરેશન થઈ શકે તેવું દવાખાનું તેમજ પંખીઓ માટે સુંદર ચબૂતરો વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.
કુદરતી આપત્તિ હોય કે માનવસર્જિત આપત્તિ હોય દુષ્કાળ, ભૂકંપ, કોરોના, લમ્પી વાયરસના સમયે સંસ્થા દ્વારા તાબડતોબ જરૃરિયાતમંદ ગૌમાતાઓ અને સંસ્થાઓને મદદરૃપ બનીને ગૌમાતાઓને બચાવવા ટ્રસ્ટીઓ કાર્યરત રહે છે.
દરરોજના ૬પ,૦૦૦ થી વધુના ખર્ચને પહોંચી વળવા માટે મકરસંક્રાંતિના પાવન દિવસે ગૌમાતાઓ માટે દાનની સરવાણી વહાવવા અંધ-અપંગ ગૌઆશ્રમના ટ્રસ્ટીઓ, રાજકોટ, મોરબી, જામનગર ગૌસેવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળા માટે નીચે મુજબના સ્થળો ઉપર ગૌભક્તો ગૌમાતા દાન સ્વીકારશે.
વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળાના ટ્રસ્ટીઓએ અંધ-અપંગ ગૌમાતા ઉપરાંત જુદા જુદા ગામની ગૌશાળાને મદદરૃપ થવા, ગૌમાતાના નિભાવ માટે મકરસંક્રાંતિના પાવન દિને દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળા માટે જામનગરમાં બાલાહનુમાન મંદિર સામે તળાવ પાછળ, સેન્ટ આન્સ સ્કૂલ સામે, કિરીટ ફરસાણ માર્ટ, ૯, પટેલ કોલોની, રણજીતનગર ચોક, ચાંદીબજાર ચોક, રામેશ્વરનગર સરદાર ભવન પાસે, ખોડિયાર કોલોની પાસે, ગુરુદત્તાત્રેય મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્ક, જનતા ફાટક, બેડીગેઈટ, પટેલ પાર્ક, ઉદ્યોગનગર ફેસ-૩ સ્થળો ઉપર દાન સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag