Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું માર્ગદર્શન
જામનગર તા. ૧રઃ રાજ્યભરમાંથી પ્રાણી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આગામી તા. ૧૪ થી ૩૧ જાન્યુઆરી ર૦ર૩ સુધી યોજાનાર પ્રાણી કલ્યાણ પખવાડિયા તથા તા. ર૦ જાન્યુઆરી ર૦ર૩ સુધી યોજાનાર કરૃણા અભિયાન ર૦ર૩ ના સફળ આયોજન માટે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલે સમીક્ષા બેઠકમાં જરૃરી માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, રાજ્યભરમાં ૧૪ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન પ્રાણી કલ્યાણ પખવાડિયું તેમજ ર૦ જાન્યુઆરી સુધી કરૃણા અભિયાન યોજાશે. આ પખવાડિયાના સફળ આયોજન માટે પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્યોશ્રીઓએ તેમજ વનવિભાગની સાથે જીવદયા, સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પશુ પક્ષીની સારવાર માટે પશુપાલન ખાતાના પશુચિકિત્સકની ટીમો, જરૃરી દવા સાધન સેવાઓની સાથે લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવા પડશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ રીટ પીટીશનમાં મળેલ મૌખિક ઓર્ડેર મુજબ પાંજરાપોળ/કેટલ પોન્ડ (ઢોરવાડા)ની કામગીરી બાબતે જિલ્લા કક્ષાની પ્રાણી ક્રુરતા સમિતિ દ્વારા કરવાની થતી સમીક્ષા બાબતે, રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકાઓ મુજબ કામગીરી થાય અને સ્ટેરી કેટલ સંદર્ભેના પ્રશ્નો હલ કરવા સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી-પંચાયતોને સહકાર મળે તેવી વ્યવસ્થા કરવી પડશે. આ અભિયાનમાં પશુપાલક પ્રભાગ હેઠળની પાંજરાપોળ, ગૌશાળા, પ્રાણી કલ્યાણની યોજનાઓનો પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પુરતો લાભ મેળવે તે અંગે પણ મંત્રીએ સૂચન કર્યું હતું. આ ઉપરાંત પ્રાણી કુરતા નિવારણ કાયદા હેઠળના પોલીસ કેસમાં પકડાયેલ પશુઓ માટે ઈન્ફરમરીઝ (પાંજળાપોળ)ને આપવામાં આવતી નિભાવ સહાય બાબતે રાજ્યની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાય મેળવતી તમામ સંસ્થાઓને પણ સહાય મળી રહે તે માટે જરૃરિયાત મુજબ રાજ્ય કક્ષાએ વધારાની ગ્રાન્ટ ફાળવવાની જોગવાઈ કરવા મંત્રીએ સંબંધિતોને સૂચના આપી હતી.
પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકરે કરૃણા અભિયાન- પ્રાણી કલ્યાણ પખવાડિયાના સફળ આયોજન માટે જરૃરી સૂચનો કર્યા હતાં. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડની પ્રથમ કારોબારી બેઠકમાં સભ્ય, પંકજભાઈ બૂચ, દિલીપ શાહ, રાજીવ શાહ, રાજેશ શાહ, છારોડીના માધવ ચરણદાસજીસ્વામી સહિત વિવિધ જીવદયા-સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag