Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના બે વ્યાજખોરને લેવાયા રિમાન્ડ પરઃ
ખંભાળિયા/મીઠાપુર તા.૧૨ ઃ ગેરકાયદેસર રીતે વિકસેલી વ્યાજવટાઉની પ્રવૃત્તિ ડામી દેવા દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ચાંપતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખંભાળિયાના બે વ્યાજખોરને પોલીસે રિમાન્ડ પર લીધા છે. જ્યારે ગઈકાલે મીઠાપુરમાં પોલીસનો લોકદરબાર યોજાયો હતો અને આજે રાવલ, ભાટિયા તથા કલ્યાણપુરમાં લોકદરબાર રાખવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસવડા તથા ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, પીઆઈ ડી.એમ. ઝાલા દ્વારા લોકદરબાર યોજી વ્યાજવટાઉનો ધંધો કરતા શખ્સો સામે પગલા ભરવાની જાહેરાતના પગલે ખંભાળિયામાં બે ફરિયાદ થઈ હતી. જેમાં અશોકભાઈ સવજીભાઈ સતવારાએ હમીરભાઈ આહિર તથા અર્જુન હમીરભાઈ નામના પિતા-પુત્ર તથા ઝરીના અબ્દુલ નાયક નામના મહિલાની ફરિયાદ પરથી વધુ વ્યાજે પૈસા આપવા, મકાન પચાવી પાડવાના ગુન્હામાં રેશ્મા સાલેમામદ સંુભણિયાની પીએસઆઈ નિકુંજ જોષી તથા એસઓજી પીઆઈ પી.સી. સીંગરખીયાએ ધરપકડ કરી હતી. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા પછી ત્રણેયના જામીન મંજૂર થયા હતા.
આ આરોપી પૈકીના અર્જુન હમીર તથા હમીર જોધા ચાવડાને પોલીસે બે દિવસના રિમાન્ડ પર લીધા હતા. ફરિયાદમાં કરેલા આક્ષેપોના દસ્તાવેજો તથા કાગળો કબજે કરાયા હતા. જ્યારે દ્વારકાના વ્યાજંકવાદીના કેસમાં હવે ધરપકડ થશે.
તે દરમિયાન કલ્યાણપુર પોલીસ દ્વારા આજે સાંજે રાવલ ગામમાં પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં, ભાટિયામાં આહિર સમાજની વાડીમાં સીપીઆઈની અધ્યક્ષતામાં તેમજ કલ્યાણપુર પોલીસ મથકમાં પીએસઆઈની અધ્યક્ષતામાં, ખંભાળિયામાં ટાઉનહોલમાં એલસીબી પીઆઈની અધ્યક્ષતામાં, વડત્રામાં ખંભાળિયા પીઆઈની અધ્યક્ષતામાં, વ્યાજવટાઉ અંગે જાહેર જનતા માટે જનસભા યોજવામાં આવી છે.
ગઈકાલે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં ઈન્ચાર્જ પીઆઈ મનિષ મકવાણાએ વેપારીઓ, આગેવાનો સાથે સંવાદ યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને વ્યાજવટાઉના દૂષણ બાબતે ચર્ચા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag