Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વ્યાજખોર 'ગીધડા'ઓ સામે ગુન્હો નોંધી અભિયાનનો પોલીસ દ્વારા કરાયો પ્રારંભ

એક શખ્સે તો રૃપિયા એક કરોડ પડાવી લીધા છેઃ પાંચ શખ્સ, એક મહિલા સામે ગુન્હાઃ

જામનગર તા.૧૨ ઃ જામનગરના ચાર આસામીએ કુલ પાંચ શખ્સ અને એક મહિલા સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. એક આસામીએ કરેલી ફરિયાદમાં એક શખ્સે ચાર આસામી પાસેથી રૃા.૧ કરોડ ઉપરાંતની રકમ પડાવી લીધાની ચોંકાવનારી વિગતો જાહેર કરાઈ છે. પોલીસે તમામ છ વ્યાજંકવાદીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરમાં વ્યાજખોર 'ગીધડા'ઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચના પછી ધનવંતરી હોલમાં યોજાયેલા પ્રથમ લોક દરબારમાં પોલીસ સમક્ષ ઓગણીસ અરજીઓ આવી હતી. લોકોએ વ્યાજખોરી આચરતા તત્ત્વો સામે, પોલીસે બંધાવેલી હિમત પછી રજૂઆત કરતા પોલીસે આવા તત્ત્વોને જેર કરવા પગલાં ભરવાનું શરૃ કર્યું છે.

તે દરમિયાન જામનગરના મયુરનગર પાસે વામ્બે આવાસ નજીક વસવાટ કરતા મૂળ કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામના બાબુભાઈ ટપુભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે. આ વાળંદ આસામીએ જણાવ્યા મુજબ તેઓએ તથા અન્ય વ્યક્તિઓએ જામનગરના દિવ્યમ્ પાર્ક પાસે શિવમ પ્લાઝામાં કામ કરતા ઘનશ્યામ મોહનભાઈ પટેલ નામના આસામી પાસેથી જુદા જુદા સમયે વ્યાજે રકમ મેળવી હતી જેનું ઘનશ્યામ પટેલે ત્રણ ટકાથી વીસ ટકા સુધી વ્યાજ મેળવ્યું હતું, બાબુભાઈએ રૃા.૪ લાખ હાથઉછીના લીધા હતા. તેની સામે એડવાન્સ વ્યાજપેટે રૃા.૫૦ હજાર, રૃા.અઢી લાખની દુકાન, તેમના પત્ની ગીતાબેનના નામના મકાનની રૃા.૧૮ લાખની લોન પર રૃા.૨.૭૧ લાખની સબસિડી, રૃા.૩.૮૦ લાખની રકમ વ્યાજપેટે મળી કુલ રૃા.૨૭ લાખ ૫૧ હજાર પડાવી લીધા હતા. જ્યારે સંજય શાંતિલાલ નામના આસામી પાસેથી રૃા.૬ લાખ ૭૫ હજાર પડાવી ઘનશ્યામે સુરેન્દ્રનગરની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યાે હતો.

તે ઉપરાંત કેશુભાઈ ભનુભાઈ રાઠોડના પુત્ર ચિરાગના નામે રૃા.૩ લાખની લોન કર્યા પછી ઘનશ્યામે રૃા.ર લાખ રોકડા અને રૃા.૧૬ લાખનું મકાન, રૃા.પ લાખ ૮૦ હજારની દુકાન, રૃા.૮ લાખનું અન્ય મકાન મળી કુલ રૃા.૩૧ લાખ ૮૦ હજાર હડપી લીધા હતા. કરશનભાઈ વારોતરીયા નામના આસામીએ રૃા.૪૫ લાખ લીધા હતા તેની સામે ઘનશ્યામે રૃા.૨૫ લાખની રકમ વ્યાજપેટે, રૃા.૧૫ લાખની ત્રણ દુકાન, ૭-૮ ચેક પડાવ્યા હતા. તે ઉપરાંત ઘનશ્યામે બાબુભાઈ તથા અન્ય આસામીઓના નામે બેંકમાં સંયુક્ત ખાતા ખોલાવી કોરા ચેક પડાવી લીધા હતા.

આમ, કુલ રૃા.૧ કરોડ ૫ લાખ ૩૧ હજારની મિલકત પડાવી લઈ ઘનશ્યામ મોહન પટેલે ઉપરોક્ત આસામીઓ સામે ખોટા કેસ પણ કર્યા હતા. સિટી-સી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.

શહેરના મોહનનગર આવાસમાં રહેતા કેયુરભાઈ નીતિનભાઈ સંઘવીએ પટેલ કોલોની શેરી નં.૬માં વસવાટ કરતા નિલેશ દિક્ષીત અને ચૌહાણફળીમાં રહેતા વિમલ ફલ સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓએ આઠેક મહિના પહેલા પટેલકોલોનીમાં ઓફિસ ધરાવતા નિલેશ દિક્ષીત પાસેથી રૃા.૨૦ હજાર ઉછીના લીધા હતા. જેનું રોજનું રૃા.૨૦૦ વ્યાજ હતું તે રીતે રૃા.૪૫ હજાર ભરપાઈ કર્યા હોવા છતાં નિલેશ રૃા.ર લાખની માંગણી કરે છે. જ્યારે વિમલ ફલ પાસેથી રૃા.૫૦ હજાર દસ ટકાના વ્યાજે લીધા પછી રૃપિયા સાડા સાત વ્યાજપેટે આપ્યા હોવા છતાં વિમલ વ્યાજ અનુ મુદ્લ મળી રૃા.૧૮ લાખની ઉઘરાણી કરે છે. આ શખ્સે જામીનમાં રાખેલું રૃા.૧૮ લાખના મકાનની ફાઈલ તથા બેંકના ચેક લઈ લીધા છે અને અવારનવાર ગાળો ભાંડી મારવાની ધમકી પણ આપે છે.

જામનગરની પટેલ કોલોની શેરી નં.૩માં ભાડાના મકાનમાં રહેતા રાકેશભાઈ કાંતિલાલ સોમૈયાએ રામેશ્વરનગરમાં રહેતા હેમતસિંહ જાડેજા સામે સિટી-બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે. તેઓના જણાવ્યા મુજબ એકાદ વર્ષ પહેલા તેઓએ પોતાની પુત્રીની સારવાર માટે ત્રીસ ટકાના વ્યાજે રૃા.૧૦ હજાર હેમતસિંહ પાસેથી લીધા હતા. તેઓએ અત્યાર સુધીમાં રૃા.૨૧ હજાર ચૂકવ્યા છે તેમ છતાં વધુ રૃા.૪૫ હજારની માંગણી કરી આ શખ્સે ગાળો ભાંડી ધમકીઓ આપી છે અને કોરા ચેકમાં સહી કરાવી ચેક પડાવી લીધો છે. હવે આ શખ્સ ચેક પરતની ફરિયાદની ધમકી આપે છે.

જામનગરના બેડીમાં રહેતા મામદભાઈ જુસબભાઈ ચૌહાણે સિટી-બી ડિવિઝનમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે, બેડેશ્વરમાં હાઉસીંગ બોર્ડના એંસી કવાર્ટરની ચાલીમાં રહેતા રોશનબેન ઈબ્રાહીમ મંદ્રાએ રૃા.૧૦ હજાર દસ ટકાના વ્યાજે ત્રણ વર્ષ પહેલા આપ્યા હતા. તેના અઢાર હપ્તા ચૂકવ્યા પછી મામદભાઈ આર્થિક સંકળામણના કારણે વ્યાજ આપી શકતા ન હોય વ્યાજ પડાવવા રોશનબેન તથા તેના સાગરિત ધોરાજીના વસીમ કરીમ સંધીએ સિક્યુરિટીમાં અપાયેલા ચેકનો ગેરઉપયોગ કરી તેમાં રૃા.૩ લાખ ભરી ચેક રિટર્ન કરાવ્યો હતો અને તે પછી બંનેએ બળજબરી આચરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh