Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી નિમિત્તે
જામનગર તા. ૧રઃ ઉમિયાજી મહિલા કોલેજ-ધ્રોળમાં પ્રિન્સિપાલ ભગવાનજીભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ જામનગર મેથ્સ ક્લબ દ્વારા શ્રીનિવાસ રામાનુજનની ૧૩પ મી જન્મ જયંતી નિમિત્તે કોલેજના પાર્થના ખંડમાં મેથ્સ સેમિનાર યોજાયો હતો. ગણિત પ્રેમી મહેમાનોના શુભ હસ્તે દીપ પ્રાગટ્યથી સેમિનાર ખુલ્લો મૂકાયો હતો.
પ્રિન્સિપાલ ભગવાનજીભાઈ કાનાણીએ પુસ્તકોથી બધા જ મહેમાનોનું સન્માન કરી પરિચય આપી સ્વાગત પ્રવચનમાં અર્વાચીન યુગના વિશ્વના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની શ્રેષ્ઠ સિદ્ધિઓ દર્શાવી હતી. જામનગરના ડો. મિતલબેન પટેલે (વૈદિક મેથ્સ એક્સપર્ટ) આજના ટેકનોલોજી યુગમાં પણ વૈદિક ગણિતનું ખૂબ જ મહત્ત્વ દર્શાવી પ્રેરક અને ઉત્કૃષ્ટ પ્રવચન આપ્યું હતું. ઓનલાઈન ક્લાસીસ જામનગરના ડાયરેક્ટર જયેશભાઈ વાઘેલાએ રામાનુજનના મેઝિક સ્કેવર અને અન્ય ગણિતના જાદુ બ્લેકબોર્ડમાં દર્શાવી ગણિત પ્રત્યે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતાં. જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના આચાર્યા વિજ્યાબેન બોડા (શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા) એ પણ પ્રોત્સાહિત માર્ગદર્શન આપ્યું હતું. જામનગરના ગણિતપ્રેમી રણછોડભાઈ પિત્રોડાએ બ્લેકબોર્ડ પર મોટા ગુણાકાર, વર્ગ-વર્ગમૂળ, ઘન-ઘનમૂળ મેઝિકલી આન્સર દ્વારા બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતાં.
જામનગર જિલ્લા એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટરના નિયામક અને બાળ વૈજ્ઞાનિક તૈયાર કરનાર ડો. સંજય પંડ્યાએ જાતે બનાવેલ ગણિત મોડેલ્સ દર્શાવી ગણિતને સહેલુ બનાવવાની તરકીબો બતાવી હતી. જામનગર સરસ્વતી પ્રાથમિક વિદ્યાલયના વૈદિક ગણિત શિક્ષક હેતલભાઈ દત્તા (ઉચ્ચ પ્રાથમિક વૈદિક ગણિત પાઠ્યપુસ્તકના લેખક અને રાજકોટ ઝોનના શિક્ષક ટ્રેનર) એ વૈદિક ગણિતની ઝડપ પ્રક્રિયાઓ જાદુઈ ઝડપે બ્લેકબોર્ડમાં દર્શાવી પ્રેક્ષકગણને મજા કરાવી હતી.
અંતમાં ઉમિયાજી મહિલા બી.એડ. કોલજના ઈ-પ્રિન્સિપાલ ડો. હિનાબેન કાનાણીએ આભાર પ્રવચન કર્યું હતું. આ મેથ્સ સેમિનારમાં લગભગ પ૦ શિક્ષકો અને ૪૦૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ગણિત સેમિનાર પૂરી થયા પછી શ્રી ઉમિયા માતાજીનો સર્વેએ ભોજન પ્રસાદ લીધો હતો. શ્રી ઉમિયાજી સાયન્સ કોલેજના પ્રો. જ્યોતિ રકુળગેએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag