Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦રર-ર૩ માં રૃા. ૬૭૦ કરોડની આવક બજેટમાં અંદાજાઈ હતી, પરંતુ...
જામનગર તા. ૧રઃ જામનગર મહાનગરપાલિકાને વર્ષ ર૦રર-ર૩ માં ૭૬૦ કરોડની આવકના અંદાજ સામે પ્રથમ નવ માસમાં અંદાજે સવાચારસો કરોડની આવક થવા પામી છે. એટલે કે પોણો વર્ષમાં લગભગ પપ ટકાની આવક થઈ છે, જ્યારે હાલની સ્થિતિએ ૪પ ટકાની ઘટ જોવા મળી રહી છે.
જામનગર મહાનગર-પાલિકાના કમિશનર દ્વારા ગત્ તા. ૩૧-૧-ર૦રર ના વાર્ષિક અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ કેપિટલ વગેરે મળી આશરે રૃા. ૭૬૦ કરોડ પ૦ લાખની આવકનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.
આ વાર્ષિક આવકના અંદાજમાં તા. ૩૧ ડિસેમ્બર ર૦રર એટલે કે પ્રથમ નવ માસમાં હકીકતે રૃા. ૪ર૪ કરોડની આવક થવા પામી છે. એટલે કે કુલ અંદાજીત આવકના પપ ટકા જેટલી આવક થઈ છે, જો કે હજુ ૩ માસ બાકી છે. જ્યારે બાકીની ૪પ ટકા આવક થશે ખરી?
આવકનો પ્રવાહ જોતા એવું સ્પષ્ટ થાય છે કે, આવકમાં એકાએક ગાબડું જોવા મળશે, જો કે છેલ્લે બજેટ રજૂ કરતા સમયે બધી ગોઠવણી થઈ જશે અને રૃડુ રૃપાળુ બજેટ રજૂ થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag