Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર તથા જિલ્લામાં આજે યોજાયા પોલીસના બાવીસ લોકદરબારઃ સંખ્યાબંધ અરજદારો ઉમટ્યાઃ
જામનગર તા. ૧૨ઃ જામનગર પોલીસ દ્વારા ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ અન્વયે નાગરિકોમાં જાગૃતિ કેળવાય તેમજ વ્યાજખોરી અંગેની નાગરિકોની ફરિયાદ સાંભળવા તથા વ્યાજખોરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે આજે જિલ્લાભરના જુદા જુદા પોલીસ મથકોમાં કુલ બાવીસ લોકદરબાર યોજ્યા હતા. તે ઉપરાંત રાજકોટ રેન્જના તમામ જિલ્લાઓમાં આજે એક્સો લોકદરબાર રેન્જ આઈજીની સૂચનાથી રાખવામાં આવ્યા હતા.
રાજ્યના ગૃહમંત્રી દ્વારા વ્યાજખોરો સામે કડક પગલા ભરવાની અપાયેલી સૂચના પછી રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચાલુ મહિનાના અંતિમ દિવસ સુધી પોલીસ દ્વારા વ્યાજખોર વિરૃદ્ધની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે.
રાજકોટ રેન્જમાં આવતા તમામ જિલ્લાઓમાં આજના દિવસે એકસાથે ૧૦૦ સ્થળો પર પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવ્યા છે. જેમાં વ્યાજંકવાદીઓના ત્રાસ અંગે નાગરિકોની રજૂઆત પોલીસ અધિક્ષકથી માંડી પીએસઆઈ સુધીના અધિકારીઓ સાંભળશે અને સ્થળ પર જ ફરિયાદ લેવા સુધીની કાર્યવાહી કરશે. ફિલ્ડ ટીમોને સાથે રાખી આરોપીઓની ધરપકડ તથા સર્ચ ઓપરેશન સુધીની કામગીરી કરવામાં આવશે. નાગરિકોમાં ગુજરાત મની લેન્ડર્સ એક્ટ અંગે જાગૃતિ કેળવાય અને વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયેલા લોકો હિમતપૂર્વક બહાર આવી કાયદાનો આશરો મેળવે તે પ્રકારનું વાતાવરણ પોલીસ દ્વારા ઉભુ કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ૨૫૦થી વધુ પોસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સમગ્ર રાજકોટ રેન્જમાં ૨૦૦થી વધુ લોકદરબાર યોજવાનું પોલીસનું લક્ષ્યાંક છે. છેવાડાના ગામડાઓ સુધી આ અભિયાનની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. વ્યાજખોરો દ્વારા પચાવી પાડવામાં આવેલી મિલકતો ભોગ બનનારની પરત મળે તે રીતે કાયદાકીય કાર્યવાહી કરવા ઉપરાંત પોલીસ જરૃર પડયે ઈન્કમટેક્સ તથા ઈડીની મદદ મેળવશે. વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પરત મેળવવા ઉપરાંત ગેરકાયદે બાંધી નાખેલા બાંધકામો તોડી પાડવાની પણ કાર્યવાહી કરાશે. લાયસન્સ મેળવી વ્યાજવટાઉ કરતા કોઈ વ્યક્તિ દ્વારા પણ આ પ્રકારના ગુન્હા આચરાયા હશે તો તેઓના લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરાશે.
જામનગર શહેરમાં આજે સિટી-એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશન, પંચકોશી-એ, પંચકોશી-બી, સિક્કા, ધ્રોલ, જોડિયા, લાલપુર, મેઘપર, શેઠવડાળા, કાલાવડ, જામજોધપુર પોલીસ મથકોમાં લોકદરબાર યોજવામાં આવ્યા હતા. જેમાં સિટી-એ ડિવિઝનના લોકદરબારમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી વરૃણ વસાવા, પીઆઈ એમ.બી. ગજ્જર સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસપીએ વ્યાજખોરો પર તૂટી પડવા અંગે જરૃરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag