Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૧૨ઃ આતંકવાદી હુમલાની શંકાના પગલે વડોદરા એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
આગામી તા. ર૬ જાન્યુઆરી-ગણતંત્ર દિને દેશના એરપોર્ટ પર આતંકવાદી હુમલાની શંકાના પગલે નાગરિક ઊડ્ડયન સુરક્ષા બ્યૂરો દ્વારા જારી કરાયેલા એલર્ટ પછી વડોદરા એરપોર્ટ પર હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વડોદરા સહિત ભારતભરના એરપોર્ટ પર સુરક્ષા સઘન બનાવવામાં આવી છે.
ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ઈનપુટ્સને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા વધારવા માટે ઉચ્ચ સ્તરની ચેતવણી આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.
સાવચેતીના પગલાં તરીકે અરપોર્ટ સત્તાવાળાઓ તા. ર૦ થી ૩૦ જાન્યુઆરી સુધી એરપોર્ટ ટર્મિનલ પર મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત એરપોર્ટના તમામ વિસ્તારોનું સઘન ચેકીંગ પણ થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag