Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૨ઃ નવી દિલ્હીમાં યોજાયેલ રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં જામનગરના ડો. ધારા રાણાએ કાંસ્યચંદ્રક મેળવ્યો છે. ડેન્ટલ કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો. ધારા રાણાએ અગાઉ પણ ૧ રજત ચંદ્રક સહિત ૩ કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે.
ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ, કેન્દ્રીય સચિવાલય, નવી દિલ્હી દ્વારા તાલકટોરા શ્રી શ્યામા પ્રસાદ મુખરજી સ્વિમિંગ કોમ્પલેક્ષ, નવી દિલ્હીમાં ગત તા.૦૫ થી ૦૭ જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય તરણ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ૧૨ થી વધુ રાજ્યોના તેમજ પ્રાદેશિક રમત ગમત નિગમના ૨૫૦થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ગુજરાત સરકારના ૨૦ થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગર જિલ્લાની સરકારી ડેન્ટલ કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો. ધારા રાણાએ પણ ભાગ લીધો હતો.
રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધા પૂર્વે ગાંધીનગર સરકારી જીમખાનામાં ૮ દિવસીય તાલીમ સત્રનું આયોજન કરાયુ હતું. નવી દિલ્હીમાં ડો. ધારાએ રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવી સમગ્ર જામનગર તેમજ રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
ઉલ્લેખનિય છે કે, આ પૂર્વે ડો. ધારાએ રાષ્ટ્રીય કક્ષાની પૂનામાં યોજાયેલ તરણ સ્પર્ધામાં પણ ૧ રજત ચંદ્રક સહિત ૩ કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ ડો. ધારાને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલ તેમજ સમગ્ર સ્ટાફ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag