Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નારણપરમાંથી બે શખ્સની ૮૪ બોટલ સાથે કરાઈ ધરપકડઃ
જામનગર તા.૧૨ ઃ જામનગરના નારણપર ગામમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી બે શખ્સને શરાબની ૮૪ બોટલ સાથે પકડી પાડ્યા છે. જ્યારે મોડીરાત્રે જામજોધપુર પોલીસે પાટણ ગામ પાસે વોચ ગોઠવી મોટરમાં લઈ જવાતી શરાબની ૧૮૦ બોટલ ઝબ્બે લીધી છે. પકડાયેલા ત્રણ શખ્સે સપ્લાયરનું નામ આપ્યું છે.
જામનગર-સમાણા ધોરી માર્ગ પર આવેલા નારણપર ગામ પાસે ગઈકાલે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના હરદેવસિંહ, નિર્મળસિંહ, મયુરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, નારણપર ગામની નવી સોસાયટીમાં બે શખ્સ દ્વારા અંગ્રેજી શરાબનો જથ્થો સંગ્રહ કરીને રાખવામાં આવ્યો છે. તે બાતમીના આધારે પીએસઆઈ એમ.એ. મોરીને વાકેફ કરાયા પછી સ્ટાફે નવી સોસાયટીમાં સુનિલ હરવરા નામના શખ્સના મકાનની સામે ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો.
ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૮૪ બોટલ સાથે નારણપરના પ્રકાશ મુળજીભાઈ શેખા ઉર્ફે મેક્સ અને સુનિલ હેમતભાઈ હરવરા નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૃા.૩૩,૬૦૦ની કિંમતનો શરાબનો જથ્થો કબજે કરી બંને શખ્સની ધરપકડ કરી છે.
જામજોધપુર પોલીસ દ્વારા ગઈરાત્રે કરાઈ રહેલા પેટ્રોલિંગમાં પાટણ ગામ પાસેથી પસાર થતી એક મોટરમાં અંગ્રેજી શરાબ લઈ જવાતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં રાત્રે એક વાગ્યે પરડવા ગામ તરફના રોડ પરથી સ્વીફ્ટ મોટર પસાર થતાં તેને રોકાવી પોલીસે ચેક કરતા તે મોટરમાંથી અંગ્રેજી શરાબની ૧૮૦ બોટલ મળી આવી હતી. બોટલ, બે મોબાઈલ, રૃા.૭ લાખની મોટર સાથે ભાણવડના રાણપરનો વેજા ભોળા શામળા, રાણીવાવનેસનો ભીખુ ભુટા ઘેલીયા તથા કુતિયાણાના ઈશ્વરીયાનો રમેશ ઉકાભાઈ સીંઘલ નામના ત્રણ શખ્સ ઝડપાયા છે. આ શખ્સોએ જથ્થો પૂરો પાડનાર રાણપરના અરજણ આલા કોડિયાતરનું નામ આપ્યું છે.
જામનગરના ધરારનગર-૧ પાસેથી બળવંતસિંહ પ્રતાપસિંહ જાડેજા નામનો શખ્સ એક બોટલ સાથે અને જામનગર નજીકના હાપાના ચાંદની ચોકમાંથી કેશવ દલબહાદુર નેપાળી નામનો શખ્સ શરાબના ચપલા સાથે ઝડપાઈ ગયો છે.
ધરારનગર-૧માં આવેલા નિઝામ ચંગડા ઉર્ફે બલીયા નામના શખ્સના મકાનમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી શરાબની એક બોટલ કબજે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag