Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના રાજ્યોનું 'કેર એજ' દ્વારા કરાયું મૂલ્યાંકનઃ
મુંબઈ તા. ૧રઃ આર્થિક, સામાજિક અને શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ દેશવ્યાપી રેન્કીંગમાં મહારાષ્ટ્ર પ્રથમ, ગુજરાત દ્વિતીય અને તામિલનાડુ ત્રીજા ક્રમે રહ્યું છે.
ક્રેડિટ રેટીંગ અને રિસર્ચ કરનારી કંપની 'કેર એજ' દ્વારા કરાયેલા સર્વેક્ષણ પછી જાહેર કરાયેલા રેન્કીંગમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે ગુજરાત દ્વિતીય તો તામિલનાડુ ત્રીજા સ્થળે રહ્યું છે. આ રેન્કીંગ એકંદરે સર્વેક્ષણનું તારણ છે. તે ઉપરાંત જુદા જુદા ફેક્ટર્સમાં અલગ અલગ રેન્કીંગના તારણો પણ કાઢવામાં આવી રહ્યા છે.
આ એકંદર રેન્કીંગમાં આંતર માળખાકીય સુવિધાઓ, નાણાકીય સ્થિતિ, વ્યવસ્થાપન, શાસન પ્રક્રિયા અને પર્યાવરણને પણ ધ્યાને લેવાયા છે. કેર એજ ના મુખ્ય અર્થશાસ્ત્રીએ ઉત્તરપ્રદેશ સરકારે વેપારની સરળતા, શાસનનું વિકેન્દ્રીકરણ, અદાલતોમાં ગુનાઓના નિકાલની ઝડપ અને પોલીસ સુધારણાની દૃષ્ટિએ ઉત્તરપ્રદેશને ત્રીજો ક્રમ આપ્યો છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં કેટલીક આર્થિક નીતિઓના કારણે તામિલનાડુએ એકંદરે ત્રીજો ક્રમ મેળવ્યો છે, તો સામાજિક ક્ષેત્રે કેરળે અગ્રતાક્રમ મેળવ્યો છે.
દેશવ્યાપી તારણો મુજબ મહારાષ્ટ્ર નાણાકીય ક્ષેત્રે અને ગુજરાતમાં આર્થિક ક્ષેત્રે અવ્વલ છે, તો ગુજરાતને સામાજિક ક્ષેત્રે વધુ કામ કરવાની જરૃર હોવાના તારણો નીકળી રહ્યા છે. ઓડિશા નાણાકીય માપદંડોમાં અગ્રીમ છે, જ્યારે આન્ધ્રપ્રદેશ પર્યાવરણની દૃષ્ટિએ આગળ છે, જ્યારે કર્ણાટક અને તેલંગાણા બીજા અને ત્રીજા ક્રમે છે.
આ દેશવ્યાપી સર્વેક્ષણના વિષયવાર અને એકંદરે તારણો જોઈએ તો તેમાંથી ક્યા રાજ્યે ક્યા ક્ષેત્રે હજુ વધુ ધ્યાન આપવાની જરૃર છે, અને ક્યા રાજ્યમાં કઈ કઈ ઉણપો કે ખામીઓ છે, જ્યારે ક્યા રાજ્યે ક્યા ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ મેળવી છે, તે પ્રતિપ્રાદિત થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag