Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી જાહેરાતોની આડમાં રાજકીય જાહેરાતો પ્રકાશિત કરાવવાનો આક્ષેપઃ
નવી દિલ્હી તા. ૧રઃ આમ આદમી પાર્ટીને ૧૦ દિવસમાં રૃા. ૧૬૩ કરોડની વસૂલાતની એલ.જી.એ નોટીસ આપી છે. સરકારી ખર્ચે રાજકીય જાહેરાતો કરવાનો આક્ષેપ કરાયો છે.
સરકારી જાહેરાતોની આડમાં રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવા બદલ આમ આદમી પાર્ટીને રૃા. ૧૬૩.૬ર કરોડની વસૂલાતની નોટીસ જારી કરવામાં આવી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે આપ પાસેથી રૃા. ૯૭ કરોડની વસૂલાત કરવાનો નિર્દેશ આપ્યાના એક મહિના પછી આ પ્રકારના અહેવાલો વહેતા થયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, માહિતી અને પ્રચાર નિર્દેશાલય દ્વારા જારી કરાયેલ વસૂલાત નોટીસમાં રકમ પર વ્યાજનો સમાવેશ થાય છે અને દિલ્હીમાં સત્તારૃઢ આપ માટે ૧૦ દિવસની અંદર સમગ્ર રકમ ચૂકવવી ફરજિયાત છે. 'જો આપ કન્વીનર આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના અગાઉના આદેશ મુજબ પાર્ટીની મિલકતો જપ્ત કરવા સહિતની તમામ કાનૂની કાર્યવાહી સમયબદ્ધ રીતે કરવામાં આવશે.'
આમ આદમી પાર્ટીને આપવામાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ર૦૧૬-૧૭ માં સરકારની જાહેરાતોના નામે રાજકીય જાહેરાતો છાપવા માટે રોસ્ક્રોશનના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે આ જાહેરાતો સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે. સરકારના સૂચના અને પ્રસારણ નિર્દેશાલયે કહ્યું છે કે, જો નિર્ધારિત સમયની અંદર પૈસા જમા નહી થાય તો નિયમો અનુસાર જરૃરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિભાગ દીન દયાલ ઉપાધ્યાય માર્ગ સ્થિત આમ આદમી પાર્ટીના મુખ્યાલયને સીલ કરી શકે છે. આ નોટીસ માહિતી અને પ્રસારણ નિર્દેશાલયના સચિવ દ્વારા જારી કરવામાં આવી છે. જેમાં ૧૦ દિવસમાં રકમ ચૂકવવાની ફરજ છે. જો પાર્ટીના સંયોજક આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો પાર્ટીની મિલકત જપ્ત કરવા સિવાય, અન્ય તમામ કાનૂની પગલાં લેવામાં આવી શકે છે. આ મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag