Advertisement
Author: નોબત સમાચાર

'આપ'ના સાંસદ સંજયસિંહને કોર્ટે ફટકારી ત્રણ મહિનાની સજા

જનતા માટેની લડાઈમાં સજા મંજુરઃ અપીલ કરીશઃ ટ્વિટ કર્યું

નવી દિલ્હી તા. ૧રઃ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને ઉત્તરપ્રદેશની સુલ્તાનપુર કોર્ટે ૩ મહિનાની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આપ સાંસદ પર ૧પ૦૦ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સંજયસિંહને ર૧ વર્ષ જુના કેસમાં આ સજા ફટકારવામાં આવી છે. કોર્ટના આદેશ પછી આપ રાજ્યસભા સાંસદ સંજયસિંહ પોતાના સમર્થકો સાથે ન્યાયાલય પરિવારથી બહાર આવ્યા તો તેમણે કહ્યું કે તે ઉપરી અદાલતમાં પોતાનો પક્ષ રાખશે.

આ અંગે આપ સાંસદ સંજયસિંહે ટ્વિટ કરી લખ્યું, 'લાઈટકાપથી પરેશાન જનતા માટે આંદોલન કર્યું તો ૧૮-૬-ર૦૦૧ ના કેસમાં સુલ્તાનપુર કોર્ટથી ૩ મહિનાની જેલ અને ૧પ૦૦ રૃપિયાના દંડની સજા થઈ ગઈ. જનહિતની લડાઈ યથાવત્ રહેશે જે પણ સજા મળે તે મંજુર છે. આ ચૂકાદા વિરૃદ્ધ સમક્ષ ન્યાયાલયમાં અપીલ કરવામાં આવશે.'

સુલ્તાનપુરની એમપી એમએલએ કોર્ટના ન્યાયાધીશ યોગેશ યાદવે આપ સાંસદને સજા સંભળાવી છે, પરંતુ ૩ વર્ષથી ઓછીની સજાની જોગવાઈઓ અનુસાર તેમને જામીન મળ્યા છે. આપ સાંસદ સંજયસિંહે ઉપલી કોર્ટમાં જવાની વાત કહી છે. આ સાથે કોર્ટે આપ સાંસદ સંજયસિંહ ઉપરાંત અનુપ સંડા (પૂર્વ ધારાસભ્ય સપા), સુભાષ ચૌધરી (પૂર્વ નગર અધ્યક્ષ ભાજપ), કમલ શ્રીવાસ્તાવ (પૂર્વ સભાસદ અને વકીલ કોંગ્રેસ), સંતોષ ચૌધરી (પ્રવક્તા કોંગ્રેસ), વિજય સેક્રેટરી (ભાજપ) ને પણ સજા ફટકારી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh