Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના મહિલા પર કાળનો પંજોઃ
જામનગર તા.૧ર ઃ જામનગરના પુનિતનગરના એક મહિલાનું તબીયત બગડયા પછી, કાલાવડના નાનાવડાળા ગામના શ્રમિકનું છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ થયું છે.
જામનગરના ગાંધીનગર નજીકના પુનિતનગરની શેરી નં.૩માં રહેતા સરિતાબેન બાબુલાલ ગાયકવાડ નામના ૪૦ વર્ષના મહારાષ્ટ્રીયન મહિલા બીમાર પડી જતા તેઓને મંગળવારની રાત્રે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ મહિલાને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા સુખદેવસિંહ ચુડાસમાએ પોલીસને જાણ કરી છે.
કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં સુરેશભાઈ કેશવજીભાઈ વૈષ્ણવ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મહિસાગર જિલ્લાના મોટી ભગેડી ગામના સુરેશભાઈ કાનાભાઈ કલાસવા (ઉ.વ.૪૩) ગઈકાલે સાંજે નિકાવામાં ખરીદી માટે ગયા હતા. જ્યાં તેઓને છાતીમાં દુખાવો ઉપડતા તેઓએ ખાનગી દવાખાનામાં સારવાર લીધા પછી નાના વડાળા પરત ફરી ગયા હતા.
તે પછી તબીયત લથડતા ૧૦૮માં આ યુવાનને કાલાવડ દવાખાને લઈ જવાતા ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. નંદાબેન સુરેશભાઈ કલાસવાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag