Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રની પ્રેમિકાના ભાઈને ધારિયું ઝીંકી પતાવી દીધા પછી કાપી લીધુ હતું ગુપ્તાંગઃ
જામનગર તા.૧૨ ઃ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં ગયા મહિને એક તરૃણની કરપીણ હત્યા થઈ હતી. આ તરૃણનું ગુપ્તાંગ હત્યારાએ કાપી નાખ્યું હતું. તે ગુન્હાની તપાસ કરી રહેલી એલસીબી તથા પંચકોશી-એ ડિવિઝન પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. પોતાના પુત્રની પ્રેમિકાના ભાઈ એવા આ તરૃણની હત્યાની આરોપીએ કબૂલાત આપી છે. આ શખસ સામે અગાઉ પણ હત્યા તથા લૂંટના બે સંયુુકત ગુન્હા નોંધાયેલા છે.
જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં એકાદ મહિના પહેલા બાર વર્ષના પંકજ કાળુભાઈ ડામોર નામના તરૃણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ તરૃણના માથામાં કોઈ તિક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. જ્યારે તેનું ગુપ્તાંગ પણ કાપી નખાયેલું હતું. દોડી ગયેલી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે હતો.
પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવા ઉપરાંત કેટલાક વ્યક્તિઓના નિવેદન પણ નોંધ્યા હતા. તપાસમાં એલસીબી પણ જોતરાઈ હતી. એલસીબી પીએસઆઈ એસ.પી. ગોહિલ, પંચકોશી-એ ડિવિઝનના પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફ દ્વારા ઝીણવટભરી રીતે તપાસ કરાતા એક મહિના પછી મૂળ મધ્યપ્રદેશના હેમત અપ્પુભાઈ વાખલા નામના શખ્સના સગડ મળ્યા હતા.
આ શખ્સ પર શંકાની સોય ઉભી રહી જતાં તેને શોધવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન આ આરોપી પોલીસની ગિરફતમાં આવી ગયો હતો. જેની અટકાયત કરી પૂછપરછ કરાતા આ શખ્સે તે તરૃણની હત્યા કર્યાની કબૂલાત આપી છે.
પૂછપરછમાં ખૂલ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના અલી રાજપુર જિલ્લાના રાઠોડી ગામના કાળુભાઈ ગોવિંદભાઈ ડામોરના પુત્રી સાથે થોડા સમય પહેલા હેમત વાખલાના પુત્ર દિવ્યેશને પ્રેમસંબંધ બંધાયો હતો. તે બાબતની જાણ આ યુવતીના ભાઈ અને કાળુભાઈના પુત્ર પંકજને થઈ ગઈ હતી. તેથી દિવ્યેશ તથા તે યુવતી, પંકજ કોઈને કહી દેશે તેવી ભીતિ અનુભવતા હતા અને આ બાબતની દિવ્યેશે પોતાના પિતા હેમત વાખલાને જાણ કરી હતી. હેમતે બનાવના થોડા દિવસ પહેલા પંકજને બોલાવી આ બાબતે કોઈ સાથે વાત ન કરવા સૂચના આપી હતી પરંતુ પંકજ માનતો ન હતો તેથી ગઈ તા.૭-૧૨ના દિને હેમતે આ તરૃણની ધારીયા વડે હત્યા કરી નાખી હતી અને પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા પંકજનું ગુપ્તાંગ કાપી લીધુ હતું. આ કબૂલાતના પગલે પંચકોશી-એ ડિવિઝન પોલીસે આરોપી હેમત વાખલાની ધરપકડ કરી છે.
આરોપી સામે અગાઉ પણ લૂંટ હત્યાના નોંધાયેલા છે બે ગુન્હા
તરૃણની હત્યાના ગુન્હામાં ઝડપાયેલા હેમત અપ્પુભાઈ વાખલા સામે વર્ષ ૨૦૧૨માં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટનો ગુન્હો નોંધાયેલો છે. આ શખ્સ ધ્રોલના માવાપરમાં પોતાના સાગરિત સાથે લૂંટ કરવા ગયો હતો ત્યારે મકાન માલિકની હત્યા નિપજાવાઈ હતી.
તે ઉપરાંત સાત વર્ષ પહેલા આવી જ રીતે આરોપી હેમત વાખલાએ દાઉદ જિલ્લાના દેવગઢ બારીયામાં લૂંટ, હત્યાનો ગુન્હો આચર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag