Advertisement
Author: નોબત સમાચાર

એમ્બ્રોનોલ અને ડીઓકે-૧ મેક્સ કફ સિરપને અસુરક્ષિત જાહેર કરાયા

વિશ્વ આરોગ્ય સંસ્થાનું એલર્ટઃ

નવી દિલ્હી તા. ૧રઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં ઉત્પાદિત એમ્બેનોલ અને ડીએકે-૧ મેક્સ કફ સિરપને અસુરક્ષિત જાહેર કરી તેના ઉપયોગ સામે એલર્ટ આપ્યું હોવાના અહેવાલો આવી રહ્યા છે.

આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ ભલામણ કરી છે કે, ઉઝબેકિસ્તાનમાં બાળકો માટે નોઈડાની કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બુધવારે એક મેડિકલ પ્રોડક્ટ એલર્ટમાં ડબલ્યુએચઓ એ કહ્યું કે, 'મેરિયન બાયોટેક દ્વારા નિર્મિત સબ સ્ટાન્ડર્ડ ચિકિત્સા ઉત્પાદન, એવા પ્રોડક્ટ છે જે ગુણવત્તા માપદંડો કે વિશિષ્ટતાઓને પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે અને આથી સ્પેસિફિકેશન થી બહાર છે.'

ડબલ્યુએચઓ એ પોતાની વેબસાઈટ પર જાહેર કરેલી એક એલર્ટમાં કહ્યું કે, આ ડબલ્યુએચઓ મેડિલ પ્રોડક્ટ એલર્ટ બે સબ સ્ટાન્ડર્ડ (દૂષિત) ઉત્પાદનોને સંદર્ભિત કરે છે. તે ઉઝબેકિસ્તાનમાં ઓળખાયેલા અને રર ડિસેમ્બર ર૦રર ના ડબલ્યુએચઓ ને રિપોર્ટ કરાયા હતાં. સબ સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ એવા ઉત્પાદનો છે જે ગુણવત્તા માપદંડો કે વિશિષ્ટતાઓને પૂરા કરવામાં નિષ્ફળ હોય છે અને આથી તે સ્પેસિફિકેશનમાંથી બહાર છે.

આ એલર્ટમાં કહેવાયું છે કે, બે ઉત્પાદનો એમ્બરોનોલ સિરપ અને ડીઓકે-૧ એક્સ સિરપ છે. બન્ને ઉત્પાદનોના જાહેર નિર્માતા મેરિયન બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ ઉત્તરપ્રદેશ ભારત છે. આજ સુધી કથિત નિર્માતાએ આ ઉત્પાદનોની સુરક્ષા અને ગુણવત્તા પર ડબલ્યુએચઓને ગેરંટી આપી નથી.

ઉલ્લેખનિય છે કે, ઉઝબેકીસ્તાનથી ઉધરસની દવાનાકારણે બાળકોના મોતના સમાચાર સામે આવ્યા પછી નોઈડા સ્થિત ફાર્મા મેરિયન બાયોટેક પર સંકટના વાદળો છવાયા છે. ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ ઉઝબેકિસ્તાન ગણરાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયના રાષ્ટ્રીય ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાઓ દ્વારા કરાયેલા કફ સિરપના નમુનાઓના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે બન્ને ઉત્પાદનોમાં દૂષિત પદાર્થોના રૃપમાં ડાયથિલિન ગ્લાઈકોલ અને/અથવા એથિલીન ગ્લાઈકોલની અસ્વીકાર્ય માત્રા સામેલ છે.

ડબલ્યુએચઓ એલર્ટમાં કહેવાયું છે કે આ બન્ને ઉત્પાદનોના ક્ષેત્રમાં અન્ય દેશોમાં માર્કેટીંગ પ્રાધિકરણ હોઈ શકે છે. તેમને અનૌપચારિક બજારોના માધ્યમથી અન્ય દેશો કે વિસ્તારોમાં પણ વિતરિત કરવામાં આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે, આ એલર્ટમાં સંદર્ભિત સબ સ્ટાન્ડર્ડ ઉત્પાદનો અસુરક્ષિત છે અને ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર ઈજા કે મૃત્યુ થઈ શકે છે.

એ સર્વવિદિત છે કે, રર ડિસેમ્બરે ઈઝબેકિસ્તાને આરોપ લગાવ્યો કે મેરિયન બાયોટેક કંપની દ્વારા નિર્મિત દવાઓના સેવનથી ૧૮ બાળકોના મોત થયા. મંગળવારે યુપીની ખાસ સુરક્ષા અને ઔષધિ પ્રશાસન વિભાગે મેરિયન બાયોટેક કંપનીનું ઉત્પાદન લાઈસન્સ સસ્પેન્ડ કરી નાખ્યું હતું. ગત્ મહિને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ઉધરસની દવા ડોક-૧ મેક્સ માં દૂષણના સમાચારોને ધ્યાનમાં રાખીને નોઈડા સ્થિત ફાર્મા કંપનીની તમામ નિર્માણ ગતિવિધિઓને રોકવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh