Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિના દિવસે જ જન્મદિવસ હોઈ એક અનોખી ઉજવણીઃ
જામનગર તા. ૧રઃ જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ રપ૧ કુપોષિત બાળકો 'દત્તક' લઈ કુપોષણથી સુપોષણ તરફ એક આદર્શ પગલું ભર્યું છે, અને તા. ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણના પોતાના જન્મદિન નિમિત્તે તેઓએ રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે.
ધારાસભ્ય દિવ્યશેભાઈ અકબરીએ ૭૯ (દક્ષિણ) વિધાનસભામાં આવતી તમામ આંગણવાડીના રપ૧ કુપોષિત બાળકોને સુપોષણ તરફ લઈ જવા માટે એક વર્ષ માટે દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. જી.જી. હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે આ બાળકોને ચકાસી તેમની સારવાર શરૃ કરી જરૃરી દવા શરૃ કરાવી છે, જે તમામ બાળકોનો ખર્ચ ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યો હતો. તેમજ રપ૧ બાળકોને ડોક્ટરની સૂચના મુજબ પોષણયુક્ત બનાવવા માટેના ખોરાકની ચિંતા પણ દિવ્યેશભાઈએ કરી છે.
ધારાસભ્ય બન્યાના પ્રથમ મહિને પૂર્ણ નથી થયો ને સેવાનો પ્રકલ્પ તેમણે પોતાના શીરે લઈ રપ૧ કુપોષિત બાળકોને ૧ વર્ષ માટે દત્તક લેવાનું જાહેર કર્યું છે, જે ખૂબ જ પ્રશંસનિય અને પ્રેરણાદયી પગલું કહી શકાય.
તદુપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા યજ્ઞમાં નાની આહૂતિ આપવાના નિર્ધાર સાથે યુવા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તા. ૧૪-૧-ર૦ર૩ ના પોતાના જન્મ દિવસ હોય પોતાના જ રહેણાક વિસ્તારના સંગઠનના કાર્યકર મિત્રો, વેપારી મિત્રો અને વોર્ડ નં. ૮ ના આગેવાનો તેમજ રજીણતનગર વેપારી મંડળના સહયોગથી 'રક્તદાન' કેમ્પનું આયોજન કર્યું છે અને શ્રી લેઉવા પટેલ સમાજ રજીણતનગરમાં તા. ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણના સવારે ૯ કલાકે આયોજિત રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag