Advertisement
Author: નોબત સમાચાર

સીએ ફાઈનલ પરીક્ષામાં જામનગર કેન્દ્રમાં ધારાબેન દત્તાણી અને ઈન્ટરમીડિટમાં જય ગોકાણી પ્રથમ સ્થાને

સીએ ઈન્સ્ટિટ્યૂટ-નવી દિલ્હી દ્વારા નવે. રર માં લેવાયલી

જામનગર તા. ૧રઃ સી.એ. ઈન્સ્ટિટ્યૂટ નવી દિલ્હી દ્વારા નવેમ્બર ર૦રર માં લેવામાં આવેલ સી.એ. ફાઈનલ અને ઈન્ટરમીડિટ પરીક્ષાનું પરિણામ તા. ૧૦ ના જાહેર થયું છે.

તેમાં સી.એ. ફાઈનલમાં જામનગર કેન્દ્રમાં ધારાબેન દત્તાણી પ્રથમ સ્થાને, આયુષ ધ્રુવ બીજા સ્થાને અને મેઘા ભટ્ટ ત્રીજા સ્થાને ઉત્તીર્ણ થયા છે તથા સી.એ. ઈન્ટરમીડિટમાં જામનગર કેન્દ્રમાં જય ગોકાણી પ્રથમ સ્થાને ધૈર્ય કુંડલિયા બીજા સ્થાને અને દર્શન કટારમલ ત્રીજા સ્થાને, ધ્વનિ શાહ ચોથા અને દેવ રાયઠઠ્ઠા પાંચમા સ્થાને ઉત્તીર્ણ થયા છે.

તેમાં જામનગર સેન્ટરનું પરિણામ અલગ અલગ ગ્રુપમાં વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષામાં ફાઈનલમાં બન્ને ગ્રુપમાં ૬૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં બન્ને ગ્રુપમાં પાસ થનાર ૬ વિદ્યાર્થીઓ તથા ફર્સ્ટ ગ્રુપમાં પાસ થનાર પાંચ વિદ્યાર્થીઓ, તેમજ સેકન્ડ ગ્રુપમાં પાસ થનાર પાંચ તથા ફર્સ્ટ ગ્રુપમાં કુલ ૯૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં પાસ થનારની સંખ્યા ર૦ છે તથા સેકન્ડ ગ્રુપમાં કુલ ૯૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં પાસ થનારની સંખ્યા ૧૮ ની છે. કુલ રપર વિદ્યાર્થીઓએ ફાઈનલ કોર્સની પરીક્ષા આપી હતી જેમા પ૪ પાસ થયા છે.

ઈન્ટર મીડિટમાં બન્ને ગ્રુપમાં ૧૪૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં પાસ થનાર ૧૬ વિદ્યાર્થીઓ તથા ફર્સ્ટ ગ્રુપમાં ૩૮ અને સેકન્ડ ગ્રુપમાં બે વિદ્યાર્થીઓ તેમજ ફર્સ્ટ ગ્રુપમાં કુલ ૧૧પ એ પરીક્ષા આપી તેમાંથી પાસ થનારની સંખ્યા રર છે તથા સેકન્ડ ગ્રુપમાં કુલ ૧૦ર માંથી ૩૦ પાસ થયા છે. કુલ ૩૬૪ વિદ્યાર્થીઓએ ઈન્ટરમીડિટ કોર્સની પરીક્ષા આપી તેમાંથી ૧૦૮ વિદ્યાર્થી પાસ થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh