Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧રઃ જામનગરની ગુર્જર સુતાર જ્ઞાતિમાં વિશ્વકર્મા મંદિરની બાજુમાં નવનિર્મિત 'વડગામા શિક્ષણ હોલ'ના બિલ્ડીંગનું લોકાર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો.
તા. ૧-૬-૧૯પપ માં મગનલાલ પ્રેમજીભાઈ વડગામા વિદ્યા પ્રચારક મંડળની સ્થાપના થઈ હતી. આ સંસ્થાએ ૧૯પપ થી ૧૯૮૯ અભ્યાસ માટે પાઠ્યપુસ્તકો, નોટબુકો, સ્કોલરશીપ આપીને જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે મોટું યોગદાન આપ્યું હતું. તેમની સ્મૃતિ કાયમ રહે તે માટે નવનિર્મિત ભવનને વડગામા શિક્ષણ હોલ નામકરણ કરાયું છે. આ સંસ્થાની પ્રવૃત્તિઓનો અહેવાલ ટ્રસ્ટી દયાળજીભાઈ ભારદિયા (દિલીપમામા) એ રજૂ કર્યો હતો. આ હોલના બિલ્ડીંગમાં નીચે પાર્કિંગ તથા ચાર ઉતારા માટેના રૃમનું લોકાર્પણ પણ કરાયું હતું. ૧૦ પેસેન્જરની ક્ષમતાવાળી લીફ્ટ માટે કર્નલ પ્રમોદભાઈ રમેશભાઈ અંબાસણાએ અનુદાન આપ્યું છે.
લોકાર્પણ સમારોહ જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઈ ગોરેચાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મુખ્ય મહેમાન નીતિનભાઈ વડગામા, મુકેશભાઈ વડગામા, મણિભાઈ વડગામા, બિપીનભાઈ વડગામા તથા અમુભાઈ ભારદિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત વડગામા પરિવારના પ્રમુખ અશ્વિનભાઈ વડગામા, ઉપપ્રમુખ જનકભાઈ વડગામા, અધ્યક્ષ મુકેશભાઈ વડગામા, જગદીશભાઈ ભારદિયા, મગનભાઈ બોરણિયા, વરણાવાળા વિનુભાઈ વડગામા, જામનગરના કિરણભાઈ પિસાવાડિયા તેમજ જામનગરના સમસ્ત વડગામા પરિવારના જ્ઞાતિજનો હાજર રહ્યા હતાં. રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા, જામનગર જી.જી. હોસ્પિટલના ડો. જીગ્નેશભાઈ વડગામા તથા સમર્પણ હોસ્પિટલના ડો. તરૃણભાઈ ઘોરેચા પણ હાજર રહ્યા હતાં. પ્રમુખ રમણિકભાઈ ગોરેચાએ આ નવા બિલ્ડીંગના બાંધકામમાં સહયોગ આપનાર સર્વે દાતાઓનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં નિયામક સમિતિ પ્રમુખ રમણિકભાઈ ગોરેચા, ટ્રસ્ટી દયાળજીભાઈ ભારદિયા, ટ્રસ્ટી અશોકભાઈ આમરણિયા, કાર્યવાહક પ્રમુખ ભરતભાઈ વડગામા, ઉપપ્રમુખ નિલેશભાઈ ખારેચા, મંત્રી ડો. હિમાંશુભાઈ આમરણિયા, સહમંત્રી રાજેશભાઈ ભારદિયા, ખજાનચી નિલેશભાઈ ઈસલાણિયા, સભ્ય કમલેશભાઈ પીસાવાડિયા, જેન્તિભાઈ પીસાવાડિયા, સુરેશભાઈ ભારદિયા, કિશોરભાઈ ગોરેચા, નરેશભાઈ વિશરોલિયા, પ્રમોદભાઈ વિશરોલિયા, વિજયભાઈ બકરાણિયા, નિશાંતભાઈ ભારદિયા, પ્રકાશભાઈ વડગામા, રાજેશભાઈ અંબાસણા તેમજ યુવક મંડળ પ્રમુખ વિમલભાઈ ગોરેચા, ભાવિનભાઈ બોરાણિયા, વિમલભાઈ અખિયાણિયા, ચેતનભાઈ વડગામા, પ્રશાંતભાઈ અઘેડા તથા મહિલા મંડળ પ્રમુખ કુંદનબેન આમરણિયા, ગીતાબેન અઘેડા, સંગીતાબેન સાંકડેચા, ભાવનાબેન વઘાડિયા, જાગૃતિબેન પેશાવરિયા, મિતલબેન આમરણિયા, નીલાબેન ગોરેચા, તેમજ સર્વિસ ગ્રુપ પ્રમુખ નિલેશભાઈ વડગામા, ડો. હિમાંશુભાઈ આમરણિયા, વિશાલભાઈ બદ્રકિયાએ જહેમત ઊઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી દયાળજીભાઈ ભારદિયા, મંત્રી ડો. હિમાંશુભાઈ આમરણિયા તથા સભ્ય કિશોરભાઈ ગોરેચાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag