Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તે જ કારખાનામાં કરતો હતો નોકરીઃ
જામનગર તા.૧૨ ઃ જામનગરના દરેડમાં જીઆઈડીસીમાં એક કારખાનામાંથી સોમવારની રાત્રે રૃા.૨,૯૬,૩૭૦ની રોકડ કબાટમાંથી ઉપડી ગઈ હતી. પોલીસે શરૃ કરેલી તપાસમાં આ જ કારખાનાનો એક શ્રમિક મુદ્દામાલની રકમ સાથે ઝડપાઈ ગયો છે. શેઠને તે રકમ કબાટમાં રાખતા જોઈ ગયા પછી આ શખ્સની દાઢ ડળકી હતી અને તેણે રાત્રિના સમયે ચોરીને અંજામ આપ્યો હતો.
જામનગરના દરેડ જીઆઈ ડીસીમાં આવેલા એક કારખાનામાં સોમવારની સાંજથી મંગળવારની સવાર સુધીમાં કબાટનું તાળું તોડી કોઈ તસ્કર રૃા.૨,૯૬,૩૭૦ની રોકડ રકમ તફડાવી ગયો હતો. કારખાનાના મેનેજર ભાવેશ વાઢિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં આ કારખાનાના કોઈ મજૂરે ચોરી કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તે દરમિયાન પંચકોશી-બી ડિવિઝનના જમાદાર એમ.એલ. જાડેજા, ખીમાભાઈ જોગલ, સુમિતભાઈ શિયારને બાતમી મળી હતી કે, તે ચોરીને અંજામ આપનાર મૂળ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના મજોલા ગામનો મહેંદી હસન બસરૃદ્દીન મંસુરી વતનમાં નાસી જવાની પેરવી કરે છે.
તે બાતમીથી પીએસઆઈ એમ.એ. મોરીને વાકેફ કરાયા પછી એએસઆઈ ડી.ડી. જાડેજા તથા સ્ટાફે દરેડના મસીતિયા રોડ પર એક ઓરડીમાં ભાડેથી રહેતા આ શખ્સને પકડી પાડી પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી તમામ રકમ કાઢી આપી છે. આ શખ્સ સોમવારે પોતાના શેઠને તે રકમ કબાટમાં રાખતા જોઈ ગયો હતો. તે પછી તેણે રાત્રિના સમયે કબાટનું તાળું તોડી તે રકમ ચોરી કરી હતી. આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag