Advertisement
Author: નોબત સમાચાર

બગધરા ગામના યુવક સાથે લગ્નના નામે છેતરપિંડી કરનાર છ સામે નોંધાયો ગુન્હો

નાગપુરની યુવતી સાથે પરણાવી રૃા.ર લાખ પડાવી લેવાયાઃ

જામનગર તા.૧૯: જામજોધપુરના બગધરા ગામના એક યુવક સાથે લગ્નનું નાટક રચી નાગપુરની યુવતીએ લગ્ન પછી ગણતરીના દિવસોમાં પોબારા ભણ્યા હતા. આ યુવતી અને તેના પાંચ સાગરિતોએ લગ્નવાચ્છુ યુવાન પાસેથી રૃા.૨ લાખ પડાવી લીધા હોય તેની પોલીસમાં અરજી કરાયા પછી ગઈકાલે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે લગ્નના નામે વિશ્વાસઘાત કરનાર છ સામે ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના બગધરા ગામના સુભાષભાઈ ભગવાનજીભાઈ કોટડીયા નામના ૪૪ વર્ષના પટેલ યુવકે મોટી ગોપ ગામના ઈશાક ગુલમામદ ઘોઘા, અલુબેન ઈશાક ઘોઘા, મૂળ કચ્છના અને હાલમાં રાજકોટના શાપરમાં રહેતા અજયસિંહ ભીખુભા સોેઢા, રીયા અજયસિંહ સોેઢા તથા મહારાષ્ટ્રના નાગપુરમાં ઉપલવાડીમાં રહેતી રાણી વિજયભાઈ ગાયકવાડ સામે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં સુભાષભાઈએ જણાવ્યા મુજબ તેઓએ પોતાના લગ્ન કરાવી આપવા માટે મોટી ગોપના ઈશાક તથા તેના પત્ની અલુબેનને અગાઉ વાત કરી હતી. તે પછી આ દંપતીએ કચ્છના બરોઈ ગામના અજયસિંહ અને તેની પત્ની રીયાનો સંપર્ક કરાવ્યો હતો. આ વ્યક્તિઓએ સાથે મળી સુભાષભાઈને મહારાષ્ટ્રના નાગપુરની રાણી વિજય ગાયકવાડ સાથે મિલાપ કરાવી રૃા.૧ લાખ ૭૦ હજાર આપવા થી લગ્ન થઈ શકશે તેમ જણાવ્યું હતું. તેથી લગ્નવાચ્છુ સુભાષે રકમ આપી હતી.

ગયા નવેમ્બર મહિનામાં ચારેય વ્યક્તિએ રાણીના લગ્ન સુભાષભાઈ સાથે કરાવી આપ્યા પછી ગણતરીના દિવસોમાં રાણી પરત ચાલી ગઈ હતી. જે દિવસે આ યુવતી જવાની હતી તે દિવસે તેના કહેવાતા બનેવી અજયસિંહે નાગપુરમાં રાણીના પરિવારજન ની તબીયત ખરાબ હોવાનું અને રાણીને નાગપુર જવા દેવાનું કહેતા સુભાષભાઈએ રૃા.૩૦ હજાર આપી રાણીને પિયર મોકલી હતી. તે પછી પોતાની પત્ની પરત ન ફરતા સાઢુભાઈ અજયને જાણ કરી સુભાષભાઈ નાગપુર સુધી જઈ આવ્યા હતા પરંતુ તેમની પત્ની પાછી આવી ન હતી. તે દરમિયાન રાણી વિજય ગાયકવાડે આવી રીતે અગાઉ પણ લગ્ન કરી કેટલાક યુવકોને છેતર્યાનું બહાર આવ્યું હતંુ. જે તે વખતે પોલીસમાં સુભાષભાઈએ અરજી કર્યા પછી ગઈકાલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

પોલીસે આઈપીસી ૪૦૬, ૪૯૪, ૧૪૪ હેઠળ રાણી તેમજ ઈશાક, અલુબેન, રીયા અને અજયસિંહ સોઢા તથા એક અજાણી મહિલા સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh