Advertisement
Author: નોબત સમાચાર

લતીપર ચોકડી પાસે ટ્રકનો દરવાજો ખોલાતા અથડાઈ પડ્યા બાઈકચાલક

રોંગ સાઈડમાં વાહન દોડાવતા આસામી સામે કાર્યવાહીઃ

જામનગર તા.૧૯: ધ્રોલના લતીપર ચોકડી પાસે ત્રણ સપ્તાહ પહેલા લતીપર ગામના એક પ્રૌઢ બાઈકમાં જતા હતા ત્યારે રોડ પર પડેલા એક ટ્રકનો અચાનક જ ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલવામાં આવતા આ પ્રૌઢને માથામાં ઈજા થઈ છે. જ્યારે ધ્રોલમાં ગઈકાલે એક માલવાહક વાહન રોંગ સાઈડમાં દોડી જતું જોવા મળતા પોલીસે તેના ચાલક સામે કાર્યવાહી કરી છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામના રણછોડભાઈ સભાડીયા નામના પ્રૌઢ ગઈ તા.૨૬ની સાંજે લતીપર ચોકડી પાસેથી બાઈકમાં જતાં હતા ત્યારે ત્યાં ટ્રક નં.જીજે-૧૦-ટીએક્સ ૨૯૩૦માંથી ઉતરી રહેલા લતીપર ગામના જ રશ્મીકાંત ભગવાનજી કુંભરવડીયા ઉર્ફે મુન્ના બકાલીએ જોયા વગર જ ટ્રકનો દરવાજો ખોલતા દરવાજા સાથે રણછોડભાઈ ટકરાઈ પડ્યા હતા. આ અકસ્માતમાં તેઓને માથામાં ઈજા થઈ છે. તેમના પુત્ર વિપુલ સભાડીયાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રશ્મીકાંત સામે ફરિયાદ કરી છે.

ધ્રોલના પટેલ સમાજ પાસે થી ગઈકાલે સવારે રોંગ સાઈડમાં જોડિયા તાલુકાના બેરાજા ગામનો ઈમરાન ઈકબાલ પોપટીયા નામનો શખ્સ પોતાનું માલવાહક વાહન લઈને નીકળતા પોલીસે તેની સામે આઈપીસી ૨૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh