Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ શખ્સે કરેલી આગોતરા જામીનની આજે સુનાવણી થાય તે પહેલા આવ્યો પોલીસની ગિરફતમાંઃ
જામનગર તા.૧૯ ઃ જામનગરમાં આઠ વર્ષ પહેલા શાળામાં પ્રવેશ મેળવવા માટે આવેલી એક વિદ્યાર્થિનીને દુષ્કર્મનો ભોગ બનાવનાર સત્યસાઈ સ્કૂલના પ્રિન્સીપાલે સતત આઠ વર્ષ સુધી તેણી પર દુષ્કૃત્ય ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થયા પછી આ શખ્સને જામનગર તથા વડોદરા પોલીસે સંયુક્ત રીતે વડોદરામાંથી ઉપાડી લીધો છે. આ શખ્સે કરેલી આગોતરા જામીન અરજીની આજે અદાલતમાં સુનાવણી થાય તે પહેલા તેની અટકાયત કરી લેવામાં પોલીસને સફળતા મળી છે.
જામનગરની સત્યસાઈ સ્કૂલમાં આઠ વર્ષ પહેલા પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા મનિષ બુચ નામના શખ્સે જે તે વખતે ધો.૧૧માં પ્રવેશ મેળવવા માટે ઈચ્છતી સગીર વયની વિદ્યાર્થિનીને દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી તેણી પર અવારનવાર પોતાની ઓફિસમાં અને નાગર ચકલામાં આવેલા ઘેર લઈ જઈ દુષ્કૃત્યનો સિલસિલો શરૃ કર્યાે હતો.
જે તે વખતે સગીર વયની રહેલી વિદ્યાર્થિની હાલમાં પુખ્ત વયની બની ગઈ છે ત્યારે તેણીએ દસેક દિવસ પહેલા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપી મનિષ બુચના સગડ દબાવ્યા હતા.
થોડા વર્ષ પહેલા સત્યસાઈ સ્કૂલમાં યોજાયેલી એક પરીક્ષાના પ્રશ્નપત્રના પેકેટને પરીક્ષાનો સમય શરૃ થાય તે પહેલા ખોલી નાખવાના આરોપમાં સંડોવાયેલા મનિષ બુચની સત્યસાઈ સ્કૂલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. તે પછી જામનગરની ભાગોળે આવેલી એક શૈક્ષણિક સંસ્થામાં આ શખ્સ જોડાયો હતો. તેણે ઉપરોક્ત કૃત્ય આચરતા તેની સામે લોકરોષ ફાટી નીકળ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર પણ પાઠવ્યું હતુંં. તે દરમિયાન આરોપીએ આગોતરા જામીન મેળવવા ગયા શનિવારે જામનગરની અદાલતમાં અરજી કરી હતી.
તે અરજીની સુનાવણી સોમવાર પર રાખવામાં આવી હતી અને સોમવારે સુનાવણી શરૃ થાય તે પહેલા પોલીસે તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે મુદ્દત માંગતા આજની મુદ્દત આપવામાં આવી હતી. આ શખ્સના આગોતરા જામીન અંગે અદાલતમાં ફેંસલો આવે તે પહેલા તેને પકડી પાડવા પોલીસ દ્વારા કરાઈ રહી હતી. જેમાં મનિષ બુચ વડોદરા શહેરમાં હોવાની પાકી વિગત પોલીસ સુધી પહોંચી હતી.
આરોપીને કાનૂનના સકંજામાં લેવા માટે જામનગર સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનની એક ટૂકડી વડોદરા ધસી ગઈ હતી. ત્યાં સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપી મનિષ બુચની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સને જામનગર ખસેડી તેની વિધિવત ધરપકડ માટે તજવીજ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag