Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં કોરોનાના કેસોમાં ચોવીસ કલાકમાં ૩૮% નો વધારોઃ સંક્રમણથી ૩૮ ના મૃત્યુ

આજે ૧૦પ૪ર કેસો નોંધાયાઃ એક્ટિવ કેસો ૬૩ હજારને પાર

નવી દિલ્હી તા. ૧૯ઃ છેલ્લા ર૪ કલાકમાં ૩૮% ના વધારા સાથે કોરોનાના ૧૦પ૪ર કેસો નોંધાયા છે, જ્યારે ૩૮ ના મૃત્યુ થયા છે.

ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા કેસોમાં લગભગ ૩૮% નો વધારો થયો છે. ગઈકાલે સાત હજારથી વધુ નવા કેસ મળી આવ્યા હતાં ત્યારે આજે વધીને ૧૦ હજાર પ૪ર કેસ સામે આવ્યા છે. સક્રીય દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. આજે સવાર સુધીમાં દેશમાં ૬૩ હજાર પ૬ર કોરોનાના એક્ટિવ કેસ જોવા મળે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના કારણે ૩૮ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી પ્રભાવિત લોકોની કુલ સંખ્યા વધીને ૪.૪૮ કરોડ થઈ ગઈ છે. તે જ સમયે કોરોનાના કારણે મૃત્યુઆંક પ લાખ ૩૧ હજાર ૧૯૦ પર પહોંચી ગયો છે. સૌથી વધુ ૧૧ ના મોત કેરળમાં થયા છે.

ભારતમાં ચેપનો દૈનિક દર ૪.૩૭% છે અને સાપ્તાહિક દર પ.૧% છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના ચેપ માટે ૬૩,પ૬ર લોકોની સારવાર કરવામાં આવી રહી છે. જે કુલ કેસના ૦.૧૪% છે. આંકડા અનુસાર ભારતમાં દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર ૯૮.૬૭% છે. જ્યારે કોવિડ-૧૯ થી મૃત્યુદર ૧.૧૮% છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-૧૯ રસીના રર૦,૬૬,ર૭,૭પ૮ ડોઝ આપવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh