Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા.૨૩ના પણ ઝુંબેશઃ
ખંભાળિયા તા.૧૯ ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં સહભાગી બનવા કલેકટર અશોક શર્માએ અનુરોધ કર્યાે છે. ફરીથી તા.૨૩-૪ રવિવારના ખાસ ઝંંુબેશ યોજાશે.
હાલમાં તા.૨૩-૪-૨૩ સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. તા.૨૩ રવિવારના જિલ્લાના તમામ મતદાન મથકોએ તા.૧-૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાન યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ૧૮થી ૧૯ વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓને માટે આ ઝુંબેશ મહત્ત્વની રહેશે. નાગરિકો સરળતાથી પોતાના નામની નોંધણી કરાવી શકશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં સહભાગી બનવા કલેક્ટર અશોક શર્માએ અનુરોધ કર્યાે છે.
તા.૧-૧૦-૨૩ સુધીમાં ૧૮ વર્ષ પૂૃણ થતાં હોય તેવા વ્યક્તિઓ પણ મતદાર યાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં.૬ ભરી શકશે. આગામી સમયમાં જ્યારે તેઓને ૧૮ વર્ષ પૂર્ણ થશે તેનો નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી રવિવારે સવારે ૧૦થી ૫ કલાક સુધી જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગમાં પ્રત્યેક મતદાન મથકો બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદાર યાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag