Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાનવાળા આરોગ્ય કેન્દ્રને પુનઃ વોર્ડ નં.૧રમાં કાર્યરત કરવાની માંગણી
જામનગર તા. ૧૯ઃ જામનગરના વોર્ડ નં. ૧ર મા પાનવાળા આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતું જેનું સ્થળાંતર વોર્ડ નં. ૯ માં કરવામાં આવતા વોર્ડ નં. ૧ર ના કોંગ્રેસના કોર્પોરેટર અસલમભાઈ ખીલજીએ આજે જનરલ બોર્ડની બેઠક સમયે સભા સ્થળની બહાર ધરણાં-સૂત્રોચ્ચાર સાથે પાનવાળા આરોગ્ય કેન્દ્રને પુનઃ વોર્ડ નં. ૧ર મા જ કાર્યરત કરવા માંગણી કરી હતી. આ અંગે તેમણે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે પાનવાળા આરોગ્ય કેન્દ્ર છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત હતું. ત્યાં દરરોજ આશરે ર૦૦ થી રપ૦ ગરીબ દર્દીઓ આરોગ્ય સારવાર મેળવતા હતાં. ઉપરાંત વોર્ડ નં. ૧૦ તથા વોર્ડ નં. ૧૧ ના લોકો પણ આ આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા આવતા હતાં. પાનવાળા આરોગ્ય કેન્દ્ર આશરે ૧પ,૦૦૦ જેટલી વસતિ ધરાવતો વિસ્તાર છે.
હાલમાં આ આરોગ્ય કેન્દ્ર સજુબા કન્યા શાળા પાસે સ્થળાંતર કરવામાં આવેલ છે. જે વોર્ડ નં. ૯ નો વિસ્તાર છે. ત્યાં સારવાર મેળવવા માટે લોકોએ રૃપિયા ૩૦ થી વધારે રિક્ષાભાડુ ચૂકવવું પડે છે. ગરીબ દર્દીઓને અવર-જવર કરવા માટે રૃપિયા ૬૦ નું ખર્ચ થાય છે. ગરીબ દર્દીઓ કેવી રીતે સારવાર મેળવવા ત્યાં પહોંચી શકે? મોટી ઉંમરના દર્દીઓને પણ સારવાર મેળવવા ખૂબ દૂર પડી જાય છે. જો બીજી બાજુએ આરોગ્ય કેન્દ્ર ચાલુ થયેલ છે તે સારી બાબત છે પણ આ આરોગ્ય કેન્દ્ર બંધ કરવાથી ગરીબ દર્દીઓમાં જબરો આક્રોશ છે.
આ બાબતે છેલ્લા છ માસથી લેખિત તથા મૌખિક, સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલ છે તેમ છતાં આરોગ્ય શાખા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. આરોગ્ય શાખાના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં મસ્ત હોય એવું જણાય છે.
વોર્ડ નં. ૧ર નું પાનવાળા આરોગ્ય કેનદ્ર પુનઃ કાર્યરત કરવામાં નહિ આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આવેદનના અંતે આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag