Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા.૧૯ઃ ખંભાળીયામાં ડો. આંબેડકરની જન્મજયંતી નિમિત્તે મહેશ્વરી યુવા ગ્રુપ તથા અનુ. જાતિ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે નવાનાકા પાસેની શણગારેલા ટ્રેકટરમાં બાબા સાહેબ આંબેડકરની તસ્વીર સાથે, ડી.જે. પાર્ટી સાથે શણગારેલા રૃટમાં આ શોભાયાત્રા, ઢોલ નગારા સાથે ફૂલોની છોળ ઉડાડતી નીકળી હતી. નવાનાકાથી ચાંદાણી મસ્જીદ, નગરગેઈ, રામમંદિર, રાજડા રોડ, જોધપુર ગેઈટ, નગરગેઈટ થઈને આ શોભાયાત્રા ચાર રસ્તા પર પહોંચી હતી. જ્યાં ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરીને પૂર્ણ થઈ હતી.
શોભાયાત્રાનું નગર ગેઈટ પાસે ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, કા. ચેરમેન હિનાબેન આચાર્ય, અનિલભાઈ તન્ના દ્વારા સ્વાગત કરાયું હતું. જોધપુર ગેઈટ પાસે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરાયા હતાં. આરએસએસ દ્વારા શોભાયાત્રામાં જોડાયેલાને આઈસ્ક્રીમ વિતરણ કરાયું હતું.
વિશાળ સંખ્યામાં અનુ. જાતિના ભાઈ-બહેનો જોડાયા હતાં. જેમાં અશ્વિનભાઈ ગોવિંદભાઈ સોલંકી, હરેશભાઈ વસરામભાઈ મકવાણા, આલાભાઈ જી. કટારીયા, હસુભાઈ મકવાણા, કિરણભાઈ પરમાર, મનોજભાઈ ચાવડા, રાકેશભાઈ રાઠોડ, અશોકભાઈ કટારીયા, રમેશભાઈ વાઘેલા જોડાયા હતાં. જ્ઞાતિનું સમૂહ ભોજન યોજાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag