Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના ધારાગઢમાંથી દેશી બનાવટના કટા સાથે એક શખ્સને પકડતી એસઓજી

જામનગર તા.૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામમાં એક શખ્સ પાસે અગ્નિશસ્ત્ર હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એસઓજીના ભીખાભાઈ ગાગીયા, કાનાભાઈ માડમને મળતા પીઆઈ પી.સી. સીંગરખીયાને વાકેફ કરાયા પછી એસઓજી સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ધારાગઢ ગામની સીમમાં પોતાના ઝૂંપડા પાસેથી જઈ રહેલા લાલજી કેશાભાઈ મકવાણા નામના શખ્સને એસઓજીએ રોકાવી તેની તલાશી લેતાં તેના કબજામાંથી દેશી બનાવટનો કટો મળી આવ્યો હતો. જનાવરનો શિકાર કરવાની તાકમાં રહેલા આ શખ્સની એસઓજીએ અટકાયત કરી તેની સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભાલાળાના શખ્સની ભાણવડ પોલીસે ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh