Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકોમાં જામનગરના યુવકનો પણ સમાવેશઃ
જામનગર તા.૧૯: રાજકોટથી પડધરી વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા તરઘડી ગામ પાસે આજે સવારે સાડા ત્રણેક વાગ્યે એક મોટર આગળ જતાં ટ્રોલી સાથેના ટ્રેક્ટરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં મોટરચાલક જામનગરના યુવાન, રાજકોટના બે યુવાન અને ટ્રેક્ટરના ચાલક સહિત ચાર વ્યક્તિના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. પોલીસ કાફલો દોડી ગયો હતો.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા પડધરી નજીકના તરઘડી ગામ પાસે આજે સવારે સાડા ત્રણેક વાગ્યે કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા જામનગરના એક યુવાન સહિત ચાર વ્યક્તિઓના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા હતા.
વધુ જાણવા મળ્યા મુજબ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ફતેપર ગામના કિરીટભાઈ લીંબાભાઈ ડોબરીયા નામના યુવક મોડીરાત્રે પોતાના ટ્રોલી સાથેના ટ્રેક્ટરને લઈને પોતાના ગામથી તરઘડી તરફ જતાં હતા ત્યારે જામનગર તરફ દોડી જતી જીજે-૬-એસએચ ૬૪૦૩ નંબરની મોટર સાડા ત્રણેક વાગ્યે ટ્રોલીની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતની તિવ્રતા એટલી હતી કે મોટર અથડાયા પછી ટ્રોલી ટ્રેક્ટરથી વિખૂટી પડી ગઈ હતી અને ટ્રેક્ટર ગોથલીયુ ખાઈ ગયું હતું.
આ અકસ્માતમાં ટ્રેક્ટર ચલાવી રહેલા કિરીટભાઈ તેમજ મોટરના ચાલક જામનગરના યુવક અને મોટરમાં જઈ રહેલા રાજકોટના અન્ય બે યુવાનના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. બનાવની જાણ થતાં પડધરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડ્યો હતો. પોલીસે મૃતકોને અકસ્માતગ્રસ્ત વાહનોમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag