Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામ પંચાયત કોઈ કારણે બીલ નહીં ભરી શકતા
ભાટીયા તા. ૧૯ઃ જામકલ્યાણપુર તાલુકાના આશરે ૩૦ હજાર જેટલી વસ્તી ધરાવતા ભાટીયા ગ્રામમાં છેલ્લા વીસ-વીસ દિવસથી પીજીવીસીએલ તંત્ર દ્વારા સામાન્ય બાકી રકમ લેવાની હોય અને પંચાયતમાં હાલમાં સામસામા ગ્રુપો દ્વારા સખળ ડખળ ચાલતંુ હોવાથી સરપંચની સહીથી પૈસા ઉપડી ન શકતા હોય તેમજ નવી ગ્રાન્ટો પણ આવી નહીં હોવાથી જેને લીધે પંચાયત તંત્ર પીજીવીસીએલને સામાન્ય રૃપિયા ન ભરી શકતા હોય જેથી વીસ દિવસ પહેલા પીજીવીસીએલ તંત્રએ કડક પગલું પંચાયત તંત્ર ઉપર ભરીને છ છ મીટરો ઉતારીને તેના જોડાણો કાપતા પ્રજાને સાંજથી વ્હેલી સવાર સુધી વીસ દિવસથી અંધાર પટમાં ધકેલી દીધા છે. જેથી પ્રજાનો પીજીવીસીએલ તંત્ર ઉપર ભારે ફીટકાર વરસી રહ્યો છે.
ગ્રામ પંચાયત પાસે નાણા આવશે એટલે ભરી દેશુ તેવું પીજીવીસીએલ તંત્રને સરપંચ તથા તલાટી મંત્રીએ રીકવેસ્ટ કરી જણાવેલ છતાં પીજીવીસીએલ તંત્રએ પોતાનું અકડ વલણ પકડી રાખતા લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે.
ભાટીયા તાલુકાનું મોટું ગામ અને મહત્વનું મંથક છે અને અહીં અસંખ્ય લોકો બહારના રાજ્યો રહે છે આ ઉપરાંત મજુરો પણ મોટી સંખ્યામાં રહે છે સાંજથી સવાર સુધી સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાના કારણે ચોરી ચપાટી કરવાવાળા ચોરોને પણ મોકળું મેદાન હાલમાં મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag