Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ર૦૦ નવજાત બાળકોને પોષણ કીટ તથા બાબાસુટનું વિતરણ

પોષણ પખવાડીયા અભિયાનની ઉજવણીના ભાગરૃપે

જામનગર તા. ૧૯ઃ તાજેતરમાં સમગ્ર રાજ્યમાં 'પોષણ પખવાડિયા અભિયાન-ર૦ર૩' ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસના લક્ષ્યાંક સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત, જામનગરની જી.જી. હોસ્પિટલમાં ર૦૦ જેટલા નવજાત શિશુઓને બાબાસુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધાત્રી માતાઓને મિલેટ્સ તથા પોષણ અભિયાનના પ્રિન્ટેડ લોગો સાથે જ્યુટ બેગ/કીટ અર્પણ કરાઈ હતી.

આ ઉપરાંત તમામ સગર્ભા અને ધાત્રી માતાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને જન્મના પ્રથમ કલાકમાં બાળક માટે સ્તનપાનનું મહત્ત્વ, બાળકના ઉછેરના પહેલા ૧૦૦૦ દિવસનું મહત્ત્વ, બાળકને બ્રેસ્ટફિડિંગ એટલે કે, સ્તનપાનની સાચી રીત, કાંગારૃ મધર કેર, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ (ટીએચઆર) એટલે કે ઘૂંટણની સર્જરી, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' (એમએમવાય) તથા શ્રીધાન્ય (મીલેટ્સ/જાડા ધાન્યો) ના ઉપયોગ વિશે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી.

ઉપરોક્ત કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રી હર્ષદીપભાઈ સુતરિયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી બીનલ બી. સુથાર, બાળ રોગ વિભાગના વડા શ્રી ડો. મૌલિક શાહ, શ્રી ડો. ભદ્રેશ વ્યાસ તેમજ આઈ.સી.ડી.એસ. કચેરી, જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

બાળકના જન્મથી લઈને તેના પહેલા ૧૦૦૦ દિવસ સુધીની સફર વિષે જાણીએ

બાળ ઉછેર એ એક કલા છે. 'પ્રથમ ૧૦૦૦ દિવસો' એ સમયગાળા દરમિયાન બાળક જ્યારથી ગર્ભાવસ્થામાં હોય, ત્યાંથી લઈને તે જ્યાં સુધી અઢી વર્ષનું થાય - આ તેના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમયગાળો છે. આ સમય દરમિયાન બાળકનું શરીર અને કદ-વજન વધે છે. આ જ સમયગાળા દરમિયાન, બાળક પોતાની માતૃભાષા શીખે છે. બાળક આજુબાજુની પરિસ્થિતિ જોઈને તેની પ્રતિક્રિયા અને હાવભાવ આપતા શીખે છે. પ્રથમ ૧,૦૦૦ દિવસના સમયગાળા દરમિયાન બાળકનું મગજ અને તેની રોગપ્રતિકારક શક્તિ નોંધપાત્ર રીતે વિકાસ પામે છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાનું સ્વાથ્ય, તેણીને મળતું પોષણ અને તણાવ સ્તર તેના બાળકના ભવિષ્ય પર અસર કરી શકે છે. જન્મથી લઈને પ્રથમ ૧૦૦૦ દિવસ દરમિયાન તમામ બાળકને સારું પોષણ, સલામતી અને પ્રેમાળ ઘરનું વાતાવરણ પૂરૃં પાડવું મહત્ત્વપૂર્ણ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh