Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટમાં સમસ્ત બ્રહ્મ સમાજના યુવક- યુવતીઓનું હાઈટેક પરિચય સંમેલન યોજાશે

સેવાભાવી સંસ્થા ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

રાજકોટ તા. ૧૯ઃ રાજકોટમાં સેવાભાવી સંસ્થા ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી જૂન માસમાં સમગ્ર બ્રહ્મ પરિવારના યુવક-યુવતીઓ માટે હાઈટેક પરિચય સંમેલનનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે. જેમાં દેશભરમાંથી ચારસોથી પાંચસો ઉમેદવારો ઉપસ્થિત રહે તેવો આયોજકો દ્વારા આશાવાદ વ્યકત કરાયો છે.

ઓમ માનવ કલ્યાણ ચે. ટ્રસ્ટના નેજા હેઠળ અગિયાર પરિચય સંમેલનોની સફળતા પછી આ બારમાં હાઈટેક પરિચય સંમેલનની માહિતી આપતા પ્રમુખ કૌશિકભાઈ પાઠકે જણાવ્યું હતું કે, સાંપ્રત ભાગદોડના સમયમાં લોકો પાસે સમયનો અભાવ હોવો એ સ્વાભાવિક વાત છે. તેમાં લગ્નોત્સુક સંતાનો માટે યોગ્ય સુપાત્ર શોધવાની ચિંતા રહેતી હોય છે. એક શહેરથી બીજા શહેર પાત્ર શોધવા જવામાં સમય, રજા અને નાણાનો વ્યય કરવો પડે આ સમસ્યાના સમાધાન સ્વરૃપે ઓમ માનવ કલ્યાણ ચે. ટ્રસ્ટ છેલ્લા અગિયાર વર્ષથી બ્રહ્મ પરિવારોની સુવિધા માટે પરિચય સંમેલન યોજે છે. જેમાં એક જ સ્થળે યુવાધન એકત્રિત થઈ માતાપિતા કે વાલીની હાજરી વચ્ચે પાત્ર પસંદગીની તક મેળવી શકે છે.

કાર્યક્રમમાં માર્ગદર્શક અને ટ્રસ્ટના અધ્યક્ષ પૂ. આચાર્યશ્રી ઘનશ્યામજી (ભુવનેશ્વરી પીઠ ગોંડલ) ની અધ્યક્ષતામાં યોજાતા આ કાર્યક્રમની વિગત આપતા ટ્રસ્ટી પ્રવિણભાઈ જોશીએ જણાવ્યું હતું કે, લગ્ન એ બે આત્માઓનું મિલન છે. આ પવિત્ર બંધનમાં જોડાવા લગ્નોત્સુક બ્રહ્મ પરિવારોના પાત્રોને એક જ સ્થળે પાત્ર ચયનની સુવિધા માટે પ્રતિ વર્ષ આ સંમેલન યોજાય છે. જેમાં અનેક બ્રહ્મ પરિવારો લાભાન્વિત બંને છે.

કાર્યક્રમ સંદર્ભે ઉપપ્રમુખ જગદીશ પી. ત્રિવેદી (જે.પી. દાદા) એ કહ્યું હતું કે, આર્થિક ઉપાર્જન હેતુ નહીં પણ સમાજ સેવા હેતુ યોજાતા આ સંમેલનમાં દેશભરમાંથી બ્રહ્મ ચોર્યાશી કોઈ પણ તળ ગોળના બ્રાહ્મણ યુવક-યુવતીઓ ભાગ લઈ શકે છે. જેમાં યુવતીઓ માટે કોઈ ફી નથી હોતી. રજીસ્ટ્રેશન ફી તેમને કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહે ત્યારે પરત કરી સાથે દળદાર ડિરેકટરી પણ આપવામાં આવે છે.

કન્વીનર મધુકરભાઈ ખીરાએ જણાવ્યું હતું કે, સંમેલનમાં સહભાગી બનવા માટે જિલ્લાવાઈસ કારોબારી સભ્યો પાસે ફોર્મ ઉપલબ્ધ છે. રાજકોટમાં ઓમ માનવ કલ્યાણ ટ્રસ્ટ કાર્યાલય ધ સિટી સેન્ટર ૬૩ર, રૈયા  રોડ અંબર બ્રિજ પાસેથી મળી શકશે. ઉપ પ્રમુખ જનાર્દનભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે યુવતીઓને સ્ટેજ સંકોચ ન રહે તે માટે અમે હાઈટેક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઈન કેમેરા કાર્યક્રમ યોજીએ છીએ. જેમાં આગામી ચોથી જૂન રવિવારે ભાટીયા બોર્ડિંગમાં ઉમેદવારો સ્ટુડિયો રૃમમાંથી પોતાનો પરિચય રજૂ કરશે. જે વિશાળ હોલમાં બિરાજેલા તેમના વડીલો બિગ સ્ક્રીન ઉપર તેનું લાઈવ પ્રસારણ નિહાળી વિગત નોંધી શકશે.

મહા મંત્રી બાલેન્દુશેખર જાનીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સંદર્ભે સમગ્ર ટ્રસ્ટીગણ, આયોજન સમિતિ તેમજ વિવિધ સમિતિઓ, બ્રહ્મ કાર્યકરો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. વધુ માહિતી માટે કાર્યાલય સંગઠન મંત્રી વિક્રમભાઈ પંચોલી ૯૪ર૭પ ૬૪૧ર૮, સહમંત્રી હર્ષદભાઈ વ્યાસ ૯૪ર૮૮ પપ૯૬૬, દિલીપભાઈ દવે ૯૪ર૯૦ ૧૮૬૦૯, નિલેશભાઈ પંડ્યા ૯૩૭૪ર રપ૧૦૧નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh