Advertisement
Author: નોબત સમાચાર

આભમાંથી વરસતી આકરી લૂ અને પ્રચંડ ગરમીથી વિશ્વ ત્રાહિમામ્ઃ અબજોનું નુક્સાન

વિવિધ વૈશ્વિક સંસ્થાઓના રિપોર્ટ મુજબ બદલતા હવામાને સ્વાસ્થ્ય ઉપરાંત અર્થતંત્રને પણ હાનિ પહોંચાડી છે

નવી દિલ્હી તા. ૧૯ઃ પ્રચંડ ગરમી અને આકરી લૂ માનવીઓના સ્વાસ્થ્યની સાથે સાથે વિશ્વની અર્થવ્યવસ્થાને પણ સળગાવી રહી છે. અમેરિકાની ડાર્ટમાઉથ કોલેજના એક રિપોર્ટ અનુસાર ગરમીના મોજાને કારણે કામકાજના કલાકો, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રની ખોટ વિશ્વને ભારે પડી રહી છે. ૧૯૯૦ અને ર૦૧૩ ની વચ્ચે વૈશ્વિક અર્થતંત્રને ૧૬ ટ્રિલિયન ડોલરનું નુક્સાન થયું છે. એવો અંદાજ છે કે ર૦રપ ના અંત સુધીમાં આ નુક્સાન બમણું થઈ જશે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અનુસાર ૧૯૮૦ અને ર૦૦૦ વચ્ચે ૩ર યુરોપિયન દેશોને ૭૧ બિલિયન ડોલર (૭૧૦૦ કરોડ) નું આર્થિક નુક્સાન થયું હતું. આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી અનુસાર ગરમ પવનોને કારણે દેશની અર્થવ્યવસ્થાને ર૦ર૧ માં ૧પ,૯૦૦ કરોડ ડોલરનું નુક્સાન થયું હતું. આ નુક્સાન દેશના જીડીપીના પ.૪ ટકા જેટલું છે. વિશ્વ બેંકનો અંદાજ છે કે ભારતમાં ભારે ગરમીથી ૭પ ટકા કામદારો પ્રભાવિત થઈ શકે છે. વર્ષ ર૦૩૦ સુધીમાં ગરમી ૩૪ મિલિયન લોકોની નોકરી માટે ખતરો બની શકે છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અનુસાર લૂની લહેરથી ખેતરમાં કામના કલાકો નવ ટકા સુધી ઘટાડશે. વર્ષ ૧૯૯પ માં આ આંકડો છ ટકા હતો. નિષ્ણાતો આગાહી કરે છે કે ગરમીના મોજાને કારણે કૃષિ ક્ષેત્રને અસર થશે ત્યારે ઉપજમાં ઘટાડો થશે. તેની સીધી અસર ગામડાઓથી શહેરી તરફ અર્થવ્યવસ્થાની ધીમી ગતિના સ્વરૃપમાં જોવા મળશે. ડબલ્યુઈએફના રિપોર્ટ અનુસાર ૧૯૯૮ થી ર૦૧૭ વચ્ચે વિશ્વભરમાં ૧.૬૬ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર વર્ષ ર૦૦૩ માં યુરોપમાં લૂ ની લહેરથી ૭૦,૦૦૦ લોકોના મોત થયા હતાં. ચિંતાની વાત એ છે કે ગત્ વર્ષ ર૦૦૦ થી વર્ષ ર૦પ૦ સુધીમાં વિશ્વની ૭૦ ટકા વસતિ લોકી તરંગથી ખરાબ રીતે પ્રભાવિત થશે. એવો અંદાજ છે કે, વર્ષ ર૦૩૦ સુધીમાં માત્ર ભારતમાં જ બે કરોડ લોકોના જીવનને અસર કરશે.

ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા અનુસાર વિશ્વના સૌથી ગરમ સ્થળોએ રહેતા માત્ર ર૮૦ મિલિયન લોકો પાસે એર કનડીશનીંગ છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ અનુસાર ર૦પ૦ સુધીમાં ૧૦૦ થી ૩૦૦ મિલિયન લોકો હવામાનની અસરોથી બચવા માટે વિશ્વભરમાં તેમના ઘર છોડી દેશે.

વિશ્વના વિવિધ દેશોમાં રહેતા સ્થળાંતરકારો વિશ્વ અર્થતંત્રમાં ત્રણ ટ્રિલિયન ડોલરનું યોગદાન આપે છે. હવામાન ચક્રમાં ફેરફાર અને નોકરીઓની કટોકટી અર્થતંત્ર માટે નવા પડકારો ઊભી કરશે. વિશ્વમાં ર૦૩૦ સુધીમાં ૧પ૦ મિલિયન લોકોને લૂ ને કારણે સ્થળાંતર કરવાની ફરજ પડશે. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકન પ્રદેશોમાં વિશ્વમાં સૌથી વધુ પ્રકોપ જોવા મળશે. ગરમીના મોજા અને ભારે ગરમીને કારણે વિશ્વભરમાં પીવાના પાણીની કટોકટી વધુ ઘેરી બનશે. પાણીના અભાવને કારણે ર૦પ૦ સુધીમાં વિશ્વમાં પ૦૦ મિલિયનથી વધુ લોકો સ્થળાંતર કરશે. આ પ્રકારની ગંભીર પ્રકારની સંભાવનાઓના કારણે વૈશ્વિક ચિંતા ઉત્પન્ન થઈ છે.

ભારતમાં કામદારોને 'લૂ'ની અસર ન થાય તેવા પગલાં લેવા તાકીદ

વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલા કામદારોને આ ખૂબ જ ગરમ હવાાનની વિપરીત અસરમાંથી બચાવવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પગલાં ભરવા જોઈએ એમ કેન્દ્રે જણાવ્યું હતું. કામ અને રોજગાર ખાતાએ બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યારની 'હિટવેવ'ની અસરમાંથી વિવિધ ક્ષેત્રોના મજદૂરોને બચાવવાની તૈયારી અને યોગ્ય વહીવટ રાખવા જણાવ્યું છે એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. અત્યારે જે ખૂબ જ ગરમી પડી રહી છે તેની કામદારો પર પડનારી અસર ઓછી કરવા યોગ્ય પગલાં ભરવા માટે બાંધકામ કરનારી કંપનીઓ-માલિકો અને ઉદ્યોગોને સૂચના આપવી જરૃરી છે એમ કેન્દ્રના શ્રમ સચિવ આરતી આહુજાએ ભારપૂર્વક જણાવતા કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટકર્તાઓને આ અગે સૂચનાઓ અપાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh