Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ હેઠળ દ્વારકામાં આજથી ૧૦ દિ' કાર્યક્રમોઃ આજે શિવરાજપુરમાં શિલ્પકલા દર્શન

મૂળ સૌરાષ્ટ્રના ૪૦૦ જેટલા તમિલ પ્રવાસીઓનું દ્વારકામાં ભવ્યાતિભવ્ય સ્વાગતઃ

દ્વારકા તા. ૧૯ઃ દ્વારકામાં સૌરાષ્ટ્ર-તામિલ સંગમ અંતર્ગત આજે દ્વારકા આવી પહોંચેલા ૪૦૦ જેટલા તામિલ રાજ્યના પરવાસી યાત્રિકોનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને સનમાન દેવભૂમિ દ્વારકાના નગરજનો અને વહીવટી તંત્ર તથા રાજકીય ક્ષેત્રના આગેવાનોએ કર્યું હતું અને ઓખામંડળના ભાતિગળ રાસોત્સવ સાથેની કલા રજૂ કરી સૌને આવકાર્યા હતાં.

ધારાસભ્ય પબુભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર યુવા પ્રમુખ વિમલ ચોહાણ, મંત્રી રવિ બારાઈ તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લુણાભા સુમણિયા, અને વેપારી આગેવાનો મીતલ વિઠલાણી, અક્ષય બારાઈ, વામન ગોકાણી તથા દ્વારકાધીશ મંદિરના પૂજારી તથા ગુગળી જ્ઞાતિના પંડાઓ વિગેરેએ પણ તમિલ સંગમોના પ્રવાસીઓનું દ્વારકાધીશના ઉપવસ્ત્રથી સ્વાગત કર્યું હતું.

આજથી ૧૦ દિવસ સુધી તમિલ સંગમ યાત્રા અંતર્ગત દ્વારકામાં યુવા સાંસ્કૃતિક વિભાગે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આજે સાંજે દ્વારકાના શિવરાજ બીચ પર રેતીની શિલ્પ કલા અને દરિયાઈ સાંસ્કૃતિને લગતા અલગ અલગ વિશિષ્ટ કાર્યક્રમો પણ તમિલ સંગમના પ્રવાસીઓ સમક્ષ રજૂ થનાર છે.

ગઈકાલે કાર્યક્રમને આખરી ઓપ આપવા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા પણ દ્વારકાની મુલાકાત લઈ વહીવટી તંત્ર સાથે પરામર્શ કર્યો હતો.

આજે બપોરે કીર્તિ સ્તંભથી શોભાયાત્રા સાથે વાજતે ગાજતે પહોંચેલા તમિલ પ્રવાસીઓને જગતમંદિર પરિસરમાં લાલ જાજમ અને કેસરી કલરના મંડપમાં દેવસ્થાન સમિતિના વહીવટદાર તલશાણિયા, ડી.વાય.એસ.પી. પ્રજાપતિ, મામલતદાર વરૃ વિગેરેએ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh