Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર મહિને રૃપિયા પચ્ચીસ હજાર ચૂકવવા પુત્રને હુકમઃ
જામનગર તા.૧૯: જામનગરના એક વૃદ્ધ દંપતીએ પોતાની દરકાર ન કરતા પુત્ર પાસેથી જીવન નિર્વાહ મેળવવા અદાલતનો આશરો લીધો હતો. અદાલતે દર મહિને રૃા.રપ હજાર ચૂકવવા તેવો પુત્રને હુકમ કર્યાે છે.
જામનગરમાં રહેતા પ્રસન્ના કુમાર મહારાણા તથા તેમના પત્ની તારામણી મહારાણાને એક પુત્ર તથા બે પુત્રીની સંતાનમાં પ્રાપ્તિ થઈ હતી. ત્રણેય સંતાનને તેઓની ઈચ્છા મુજબ ઉચ્ચ અભ્યાસ કરાવ્યા પછી હાલમાં પ્રસન્નાકુમાર અને તારામણી વૃદ્ધાઅવસ્થાના આરે પહોંચ્યા છે.
તેઓના સંતાનમાંથી બંને પુત્રીના હાલમાં લગ્ન થઈ ગયા છે અને તેમના પુત્ર મનોજભાઈ અમદાવાદમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરી સારો એવો પગાર મેળવી રહ્યા છે. તે દરમિયાન અમદાવાદમાં રહેતા પુત્રએ એક દિવસ અચાનક માતા-પિતાને જાણ કરી હતી કે, મેં અમદાવાદમાં લગ્ન કર્યા છે, હું હવે અહીં જ ઘરજમાઈ બનીને રહીશ.
પુત્રના ઘટસ્ફોટથી હેબતાયેલા માતા-પિતા આઘાતમાંથી બહાર આવે તે પહેલા પુત્રએ પોતાની બહેનના પણ માતા-પિતાની મરજી વિરૃદ્ધ અમદાવાદમાં જ લગ્ન કરાવી આપ્યા હતા તેથી અમદાવાદ પહોંચેલા માતા-પિતાએ પોતાને જીવન નિર્વાહ માટે ખર્ચની રકમ આપવા કાલાવાલા કર્યા હોવા છતાં પુત્રએ તેઓને રસ્તા પર રઝળતા કરી દેતાં આખરે માતા-પિતાએ જામનગરની કોર્ટમાં પુત્ર સામે ભરણપોષણ માંગ્યું હતું. તે અરજી ચાલી જતાં જામનગરની ફેમિલી કોર્ટે દર મહિને રૃા.૨૫ હજાર લેખે માતા-પિતાને ભરણપોષણ ચૂકવવા પુત્ર મનોજને હુકમ કર્યાે છે. ફરિયાદીઓ તરફથી વકીલ કપિલ ગોકાણી, મયુર ઘેડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag