Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બન્ને ફોન બંધ: સમન્સનો સમય પૂર્ણઃ ચર્ચા શરૃ
અમદાવાદ તા. ૧૯ઃ યુવાનેતા યુવરાજસિંહ સામે થયેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પછી એસઓજીએ તપાસ શરૃ કરી હતી અને આજે બપોરે પુછપરછ માટે સમન્સ પાઠવીને બોલાવ્યા હતાં, પરંતુ સમય વીતી જવા છતાં યુવરાજસિંહ એસઓજી સમક્ષ હાજર થયા નહીં હોવાથી ચર્ચા શરૃ થઈ હતી.
મીડિયા અહેવાલો મુજબ સવારથી જ યુવરાજસિંહના બન્ને ફોન બંધ આવી રહ્યા હતાં. હવે એસઓજી કેવું કદમ ઉઠાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
આ પહેલા ટ્વીટ કરીને યુવરાજસિંહે પોતાના ધરપકડ થવાની આશંકા વ્યકત કરી હતી. આ સાથે જ ભાવનગર એસઓજી કચેરીમાં પોલીસે બેરિકેડિંગ કર્યું છે. પોલીસ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, લો એન્ડ ઓર્ડરની સ્થિતિને ધ્યાનમાં રાખીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. તેમજ યુરાજસિંહ સિવાય અન્ય કોઈ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં કરે તેના માટે આ પગલાં ભરવામાં આવ્યા છે.
ડમીકાંડમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપોના જવાબ રજૂ કરવા માટે સમન્સ પાઠવ્યું હતું. તેમજ નામ જાહેર ન કરવા રૃપિયા લીધાના યુવરાજ સામે આરોપ લાગી રહ્યો છે. છેલ્લા અહેવાલો મુજબ યુવરાજસિંહની તબિયત બગડી હોવાથી હાલમાં હાજર થયા નથી, તેવી રજુઆત એસઓજી સમક્ષ થઈ છે. પોલીસે હવે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.
એ પહેલા યુવરાજસિંહે એવું ટ્વીટ કર્યું કે, મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહ્યો છું અને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું??
બીજી તરફ પોલીસની તપાસ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યાં સૌથી વધુ પરીક્ષા આપનાર મિલન બારૈયા પોલીસ પકડથી હજી સુધી દૂર છે. આ સાથે યુવરાજસિંહ પણ એસઆઈટી સામે રજુ થશે અને તેના પાસે જે પણ માહિતી છે તેના પર તપાસ કરવામાં આવશે. અગાઉ મિલનની પોલીસે પૂછપરછ કરી હતી અને તેનું નામ ફરિયાદમાં હોવા છતાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ન હતી. અત્યાર સુધી પોલીસે ૬ આરોપીઓની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag