Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ
કાલાવડ તા.૧૪ ઃ કાલાવડશ્રી ગૌડ મેડતવાડ બ્રહ્મસમાજને જ્ઞાતિની વાડી (સમાજ) માટે જમીન દાન અપાઈ હતી. પૂર્વ જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી તથા કાલાવડના ન.પા.ના પૂર્વ પ્રમુખ, માર્કેટીંગ યાર્ડના પૂર્વ ડાયરેકટર, કાલાવડ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ સ્વ. મનોજભાઈ જાની અને પરિવારે સમાજને ૨૦૦૦ ફૂટ જગ્યા અર્પણ કરી હતી.
કાલાવડ શ્રી ગૌડ મેડતવાડ બ્રહ્મસમાજને જ્ઞાતિની વાડી (સમાજ) માટે બ્રહ્મ અગ્રણી, જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી, કાલાવડ ન.પા.ના પૂર્વ પ્રમુખ, કાલાવડ યાર્ડના ડાયરેકટર સ્વ. મનોજભાઈ પ્રવીણચંદ્ર જાનીના નામે તેમના પરિવારજનો દ્વારા સમાજને અર્પણ કરવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી.
સોમવાર તા.૧૦ એપ્રિલ ૨૦૨૩ના જગ્યા કે જે સ્વામિનારાયણ મંદિર શેરી, કુંભારવાડામાં આવેલી છે તે જગ્યા અશરે ૨૦૦૦ ચો. ફૂટ તેમના પરિજનો દ્વારા સમાજના હોદ્દેદારોને સત્તાવાર સોંપવામાં આવી છે.
કાલાવડ શ્રીગૌડ મેડતવાડ સમાજ વતી અગ્રણી ધનેશભાઈ મુળશંકર ભટ્ટ દ્વારા આ જગ્યા વિધિવત સ્વીકારવામાં આવી છે. આ તકે સ્વ. મનોજભાઈના પરિવારજનોમાં પત્ની અલ્કાબેન તેની દીકરી રીયા, સ્વ. મનોજભાઈના માતા ધનલક્ષ્મીબેન તથા તેમના ભાઈઓ જયેશભાઈ, કમલેશભાઈ અને બહેન રેખાબેન પંકજભાઈ ત્રિવેદી અને પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષમાં તેઓએ ખાતરી આપી કે, આ જગ્યા માટે આવતા દિવસોમાં જ કંઈપણ કાયદાકીય પ્રક્રિયા માટે જ્યાં પણ હાજર રહેવાનું હશે ત્યાં તેઓ ઉપસ્થિત રહેશે અને સાથ-સહકાર આપશે. આ તકે કાલાવડ શ્રી ગૌડ મેડતવાડ બ્રહ્મસમાજ સ્વ. મનોજભાઈ તથા તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag