Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ ક્રોસ કરતી વખતે કાળ આંબી ગયોઃ
જામનગર તા.૧૯: જામનગરના દરેડ પાસે આજે સવારે એક ટ્રકે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને હડફેટે લેતાં આ વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
જામનગર-લાલપુર ધોરી માર્ગ પર આવેલા દરેડ ગામ નજીકની ગૌશાળા પાસેથી આજે સવારે પુરપાટ ઝડપે દોડી જતાં જીજે-૧૨-બીવી ૯૭૫૯ નંબરના ટ્રકે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને હડફેટે લીધા હતા.
ટ્રકની જબરદસ્ત ટક્કર વાગતા આ વૃદ્ધા ફંગોળાઈ ગયા હતા. તેઓને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. સ્થળ પર એકઠા થઈ ગયેલા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તે દરમિયાન મૃતકના પરિવારને પણ અકસ્માતની જાણ કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag