Advertisement
Author: નોબત સમાચાર

રાધિકા એડ્યુકેર સ્કૂલનો વાર્ષિકોત્સવ

શિક્ષણ જગતમાં ભાવિ ફેરફારો વિશે વાલીઓને માહિતગાર કરાયા

જામનગર તા. ૧૮ઃ જામનગરની રાધિકા એડયુકેશ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ભરતેશ શાહ, ટ્રસ્ટી માયા શાહ, અતુલ શાહ, મુંબઈથી પધારેલા ટ્રસ્ટી અજય વોરા, જયેશ વોરા, રાજેશ ગડા, મેનેજર સભ્યો પુરૃષોત્તમ પરમાર, પ્રદીપ પરમાર, વિજય ખાટુવાલ, (કલ્યાણ પોલીસટેકનીક કોલેજ), વિમલભાઈ ફોફરીયા (જૈનમ કલાસીસ), રાધિકા સ્કૂલના પ્રિન્સીપાલ શિવાની આચાર્ય, કીડ્ઝ એડ્યુકેરના પ્રિન્સીપાલ હેમલભાઈ શાહ, જમ્પસ્ટાર્ટ એડ્યુકેરના પ્રિન્સીપાલ માધવી જોશી, એસએમસી સભ્યો, આમંત્રિતો, વાલીગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત અતિથિઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો.

તદુપરાંત સ્કૂલની પ્રણાલી મુજબ બેસ્ટ કલાસ ઓફ ધ યર (પ્રી-પ્રાયમરી)માં ધોરણ એલકેજી(બી), બેસ્ટ કલાસ ઓફ ધ યર (પ્રાયમરી ૧ થી પ) માં ધોરણ -૪-(એ), બેસ્ટ કલાસ ઓફ ધ યર (પ્રાયમરી ૬ થી ૧૦)માંથી ધોરણ ૯, સ્ટુડન્ટ ઓફ ધ યર પ્રિ-પ્રાયમરીમાંથી હિરવ ચુડાસમા, પ્રાયમરીમાંથી સ્નેહા ખાખરીયા, બેસ્ટ પેરેન્ટ ઓફ ધ યર પ્રિ-પ્રાયમરીમાંથી શ્રીમતી શશી તથા કરનપાલસિંહ સીકારવર, પ્રાયમરી (૧ થી પ) માંથી શ્રીમતી જશ્મીતા એન્ડ સ્ટુડન્ટ ઓફ ધ યર (પ્રી-પ્રાયમરી)માંથી રેયાનનીરમલ, સ્ટુડન્ટ ઓફ ધ યર (પ્રાયમરી ૧ થી પ)માંથી શ્રેયા માલદે, સ્ટુડન્ટ ઓફ ધ યર (પ્રાયમરી ૬ થી ૧૦) માંથી હર્ષ વસોયા, તેમજ સ્ટાફમાંથી એપીટોમી ઓફ ટીમ વર્ક - બીપીન ટુટી, શાયનીંગ ફેસ ઓફ આરઈએસ- હરેકૃષ્ન ચૌહાણ, ન્યુ કીડ ઓન ધ બ્લોક - ગૌરવ વાલંભીયા, મેથ વિઝાર્ડ - કું. હર્ષા રાઠોડ, ઓલ ડે એવરી ડે - શ્રીમતી ઈશા રવાની, કો-સ્કોલાસ્ટીક મેનટર - શ્રીમતી જીજ્ઞા ભાલારા, બેસ્ટ મેન્ટર (પ્રી-પ્રાયમરી)-શ્રીમતી ફાતેમા કોન્ટ્રાકટર, બેસ્ટ મેન્ટર (૧ થી ૪)- શ્રીમતી મૈત્રી તન્ના, બેસ્ટ મેન્ટર (પ થી ૧૦) - શ્રીમતી નિધિ ભટ્ટ, લેન્ગવેજ પ્રોફીસીયન્સી - શ્રીમતી હંસા કણઝારીયા, એડમીન ઓફ ધ યર જયદેવ માવલ, બેસ્ટ સપોર્ટ સ્ટાફ-કાજલબેન મકવાણાના નમ જાહેર કરાયા હતાં. આ તમામ વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એવોર્ડ તથા પ્રશસ્તિપત્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતાં.

ચેરમેન ભરતેષ શાહ દ્વારા શિક્ષણ જગતના ભાવિ ફેરફારો વિશે વાલીઓને માહિતગાર કરવામાં આવેલ તેમજ વાલીઓએ પોતાનાં બાળકો માટે શું રોલ અદા કરવો જોઈએ તેનાં વિશે સમજાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત આરઈએસ માં જોડાનાર નવા પરિવારોના સભ્યો-ટીચર્સ વિશે પરિચય આપવામાં આવ્યો હતો. પ્રિન્સીપાલ શ્રીમતી શિવાની આચાર્ય દ્વારા વર્ષ-ર૦રર-ર૩ ના અહેવાલમાં વિદ્યાર્થીઓએ મેળવેલ શૈક્ષણિક, સ્પોર્ટસ, તથા ઈત્તર પ્રવૃત્તિઓની સિદ્ધિ, સ્ટાફ ટ્રેનિંગ્સ તથા વિઝિટ્સ ઈત્યાદિ વિશેની માહિતી વાલીઓને આપવામાં આવી હતી.

સંપૂર્ણ કાર્યક્રમનું એન્કરિંગ શ્રીમતી નિશી નથવાણી, વિધિ શાહ તેમજ વિદ્યાર્થીઓમાંથી કું. ધ્રુવી પરમાર તથા કું. જિનલ ખાખરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરોકત કાર્યક્રમની સફળતાનો સંપૂર્ણ શ્રેય ડો. ભરતેશ શાહ તથા શ્રીમતી શિવાની આચાર્ય, શ્રીમતી હેતલ શાહ, શ્રીમતી માધવી જોશીના માર્ગદર્શન હેઠળ રાધિકા એડયુકેર સ્કૂલ, જંપસ્ટાર્ટ એડ્યુકેર, કીડ્ઝ એડ્યુકેર-૧ તથા કીડ્ઝ એડ્યુકેર-ર તમામ સંસ્થાના સ્ટાફના શિરે જાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh