Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી દસ વાહનની ઉઠાંતરી કરનાર શખ્સની ધરપકડઃ વાહનો કબજે

શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ત્રણ વર્ષમાં ઉઠાવી લીધા હતા દસ વાહનઃ

જામનગર તા.૧૯: જામનગરના દિગ્જામ સર્કલ નજીકના ઓવરબ્રિજ પાસેથી પોલીસે એક શખ્સને શક પડતા બાઈક સાથે પકડી પાડી પૂછપરછ કરતા આ શખ્સે ત્રણ વર્ષમાં જુદા જુદા સ્થળેથી દસ વાહન ઉઠાવ્યાની કબૂલાત આપી છે. પોલીસે રૃપિયા અઢી લાખના વાહનો કબજે કરી આરોપીની રિમાન્ડ માટે તજવીજ કરી છે.

જામનગરના સમર્પણ સર્કલ નજીક અંધાશ્રમ રેલવે ફાટક પાસેથી એક શખ્સ ચોરાઉ મોટરસાયકલ લઈને જતો હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના હોમદેવસિંહ, હર્ષદભાઈ, ખીમશીભાઈને મળતા પીઆઈ પી.એલ. વાઘેલાને વાકેફ કરાયા પછી પીએસઆઈ વી.એ. પરમારના વડપણ હેઠળ સ્ટાફે વોચ રાખી હતી.

તે દરમિયાન કૃષ્ણનગરની શેરી નં.પમાં રહેતો રવિભારથી ભગવાનજી ગોસ્વામી નામનો શખ્સ ત્યાંથી જીજે-૧૦-સીએચ ૫૨૯૩ નંબરનું બાઈક લઈને નીકળતા તેની અટકાયત કરાઈ હતી. તેની પાસે રહેલા બાઈક અંગે પોકેટ કોપ એપમાં સર્ચ કરાતા આ બાઈક ચોરાઉ હોવાનું જણાઈ આવ્યું હતું.

આરોપીને અટકાયતમાં લઈ પોલીસ મથકે ખસેડાયો હતો. ત્યાં તેની પૂછપરછ કરાતા તેણે છેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાંથી દસ વાહનની ચોરી કર્યાની કબૂલાત આપી છે. આ શખ્સે ત્રણેક વર્ષ પહેલા સુતરીયા ફળીમાંથી એક બાઈક ઉઠાવ્યા પછી મોહનનગર, શક્તિ સોસાયટી, રણજીતનગર જૂનોહુડકો, કામદાર કોલોની, જય સોસાયટી તેમજ પંદરેક દિવસ પહેલા એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી સ્કૂટર તથા બાઈક ઉઠાવી લીધાની કબૂલાત આપી તે વાહનો વેચી નાખ્યાની વિગત પણ પોલીસને આપી હતી. પોલીસે અંદાજે રૃપિયા અઢી લાખના દસ વાહનો કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના ફૈઝલ ચાવડા, જાવેદ વજગોર, એમ.એમ. જાડેજા, એમ.વી. જાડેજા, વિપુલ સોનાગરા સાથે રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh