Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં હીટવેવથી પ્રજા પરેશાનઃ કેટલાક રાજ્યોમાં ૪૪ ડિગ્રી સુધી રેકોર્ડબ્રેક ગરમી

એપ્રિલથી જૂન સુધી મહત્તમ તાપમાનની આગાહીઃ

નવી દિલ્હી તા. ૧૯ઃ દેશના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦-૪૪ ડીગ્રી સુધી પહોંચી જતા જનજીવનને અસર થઈ છે. કામ સિવાય ઘરની બહાર ન નીકળવા લોકોને સલાહ અપાઈ છે. રેકોર્ડબ્રેક તાપમાન સાથે હીટવેવથી પ્રજા પરેશાન છે.

દેશમાં આકરી ગરમી લોકોને પરેશાન કરી રહી છે. મંગળવારે દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને તાપમાન ૪૦ થી ૪૪ ડીગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું. આ દરમિયાન ઉત્તરપ્રદેશના હમીરપુર અને પ્રયાગરાજમાં મહત્તમ તાપમાન ૪૪.ર ડીગરી સેલ્સિયસ નોંધાયું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન ૪૦.૪ ડીગરી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ચાર ડીગ્રી વધારે હતું. આ સતત ચોથો દિવસ છે જ્યારે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સલ્સિયસથી ઉપર નોંધાયું છે. પુસા અને પીતમપુરા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી, જ્યાં મહત્તમ તાપમાન અનુક્રમે ૪૧.૬ ડીગ્રીથી ૪૧.૯ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતુંકે, આજે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ શહેરમાં ગરમીમાંથી થોડી રાહત આપી શકે છે. પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય હોવાને કારણે મંગળવારથી ઉત્તર પશ્ચિમ મેદાનોમાં હળવા વરસાદની શક્યતા છે. આ મહિનાની શરૃઆતમાં હવામાન કચેરીએ ઉત્તર પશ્ચિમની અને દ્વીપકલ્પના પ્રદેશો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય કરતા વધુ મહત્તમ તાપમાનની આગાહી કરી હતી. આ સમયગાળા દરમિયાન મધ્ય, પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્ય દિવસો કરતા વધુ ગરમ રહેવાની અપેક્ષા છે.

અધિકારીઓએ કહ્યું કે, કાશ્મીરના કેટલાક ઊંચા વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા થઈ છે જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ થયો. અંકુશ રેખા (એલઓસી) નજીક માચિલમાં લગભગ ત્રણ ઈંચ હિમવર્ષા નોંધાઈ હતી. તેમણે કહ્યું કે શ્રીનગર શહેર સહિત મેદાની વિસ્તારોમાં રાતોરાત વરસાદ પડ્યો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો. હવામાન વિભાગે મંગળવારે સાંજ સુધી વચ્ચે-વચ્ચે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આજરોજ ઘણાં સ્થોળએ ઊંચા વિસ્તારોમાં તૂટક તૂટક હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. આ વરસાદ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ર૦-૩૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે. આ ઉપરાંત ઓડિશા, બિહાર, પ. બંગાળ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમી હજુ વધશે તેવી આગાહી કરી છે.

ઈન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટએ અત્યારની ખૂબ જ ગરમ ઋતુ અંગે આઉટ લૂક નોટીસ બહાર પાડી છે. જેમાં અન્ય મહત્તમ તાપમાન કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે કર્મચારીઓ-મઝદૂરોના કામના કલાકોમાં ફેરબદલ કરવાના કામના સ્થળે યોગ્ય પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેવા બીજા અનેક વ્યૂહાત્મક પગલાં લેવાની જરૃરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા ખાણોની દેખરેખ કરનારાઓને પણ સૂચના આપવામાં આવી છે. જેમાં તેમને જણાવવામાં આવ્યું છે કે કામદારો આરામ કરી શકે તેવી જગ્યાનો તાત્કાલિક બંદોબસ્ત કરવામાં આવે. ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને કામના સ્થળ નજીક ઈલેક્ટ્રો-લાઈટ સપ્લિમેન્ટ પૂરા પાડવામાં આવે.

જો કર્મચારીને સારૃ ન લાગતું હોય તો તેને ઓછી ઝડપે કામ કરવાની, આરામનો સમય ફાળવવાની પરવાનગી આપવામાં આવે. એટલું જ નહીં, સૌથી મુશ્કેલ કામ હોય એ દિવસના ઠંડા પહોરમાં કરવાની અને ભૂગર્ભ ખાણ હોય ત્યાં હવાની યોગ્ય રીતે અવરજવર થતી હોય એ જોવું જરૃરી છે અને એ પ્રકારના પગલાં ભરવા જોઈએ. કારખાના અને ખાણોમાં કામ કરનારા કર્મચારીઓની સાથે જ બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મઝદૂરો અને ઈંટ ભઠ્ઠીમાં કામ કરનારા પ્રત્યે ખાસ ધ્યાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh