Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીદસર તથા કાલાવડમાંથી વર્લીબાજ મળી આવ્યોઃ
જામનગર તા. ૧૪: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં શક્તિનગરમાં ગઈરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાનાથી જુગાર રમતા ચાર શખ્સને પોલીસે રૂ।.૪૨૩૦૦ સાથે પકડી પાડ્યા છે. જ્યારે સીદસર તથા કાલાવડમાંથી બે વર્લીબાજ મળી આવ્યા છે.
જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં ગઈકાલે રાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાનાથી જુગાર રમતા કરશનભાઈ ભીમાભાઈ કરમુર, પ્રકાશ પીઠાભાઈ ગોજીયા, સિદ્ધરાજસિંહ સતુભા ચુડાસમા, સંદીપ યોગેશભાઈ ડુઆ નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ।.૪૨૩૦૦ કબજે કરવામાં આવ્યા છે.
જામજોધપુર તાલુકાના સીદસર ગામમાંથી લલીત જયંતિભાઈ વઘેરા નામનો શખ્સ વર્લીના આંકડા લખતો ઝડપાઈ ગયો છે. જ્યારે કાલાવડ શહેરમાં બસ સ્ટેન્ડ સામેથી રસીદ હારૂનભાઈ બાનાણી નામનો શખ્સ પણ વર્લી મટકાનું બેટીંગ લેતો મળી આવ્યો છે. બંને પાસેથી રોકડ, આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial