Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નદીના પટમાંથી વધુ એક ટ્રેક્ટર મળી આવ્યું:
જામનગર તા. ૧૪: દેવભૂમિ દ્વારકા એલસીબીએ ગઈકાલે સોડસલા ગામથી વિસોત્રી ગામ વચ્ચેથી ગેરકાયદેસર રીતે ખનન કરાયેલી રેતી ભરીને જતા ત્રણ ટ્રેક્ટર પકડી પાડ્યા છે. સોડસલાની નદીના પટમાંથી પણ ટ્રેક્ટર મળી આવ્યું છે. ટ્રેક્ટર કબજે કરી ખનીજ ખાતાને એલસીબી દ્વારા જાણ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષીની સૂચના તથા પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયાના વડપણ હેઠળ ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સોડસલા ગામ તરફથી વિસોત્રી ગામ તરફ ત્રણ ટ્રેક્ટર રોયલ્ટી ભર્યા વગરની રેતી ભરીને જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે એલસીબીએ ગોઠવેલી વોચમાં જીજે-૧૦-એએમ ૨૫૮૬, જીજે-૩૭-બી ૮૭૨૮, જીજે-૩૭-બી ૩૯૪૭ નંબરના ત્રણ ટ્રેક્ટર મળી આવ્યા હતા. તેની તલાશી લેવાતા તેમાંથી રોયલ્ટી ભર્યા વગરની રેતી મળી આવી હતી. તે રેતી સોડસલાની નદીના પટમાંથી ભરવામાં આવી હોવાનું જાણવા મળતા એલસીબી ટીમ ત્યાં ધસી ગઈ હતી. આ સ્થળેથી પણ એક ટ્રેક્ટર મળી આવ્યું હતું. ચારેય વાહન કબજે કરી એલસીબીએ ખાણખનીજ વિભાગને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial