Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મુસાફરખાના વકફ ટ્રસ્ટનો કબજો અને રૂ।. ૨૧ લાખની ફિકસ ડીપોઝીટની રકમ સુપરત

ગુજરાત રાજ્ય વકફ બોર્ડને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: તાજેતરમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા હાજીમોહંમદ અને હાજીહાસમ પીરમોહંમદ મુસાફરખાના વકફ-ટ્રસ્ટના નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરતા આ અગાઉ આ વકફ સંસ્થાના કારોબારી અધિકારી તરીકે નિમાયેલા વકીલ હાજી હસન ભંડેરી તરફથી વકફ સંસ્થાના સંચાલન અને ભાડુતો સાથેના વકફ કાયદાની જોગવાઈઓ મુજબ છેલ્લા પાંચ વર્ષથી ભાડાની રકમોમાં વધારાઓ સાથે કાયદાકીય લડતના અંતે જુના ભાડુતો પાસેથી પ્રાપ્ત થતી વાર્ષિક ભાડાની રકમ રૂ।. ૨૨,૬૮૦/-માં વકફ ટ્રીબ્યુનલના આદેશો અને ભાડુતો સાથેના સમાધાનકારી કાર્યવાહીને કારણે વાર્ષિક રૂ।. ૪,૯૬૨૩૬/- જેવી જંગી રકમનો વધારો કરી અન્ય ગેરકાયદેસર કબજેદારો પાસેથી વકફની મિલકતના કબજાઓ પરત મેળવી રૂ।. ૨૧,૧૮,૪૯૭/-ની ફીકસ ડિપોઝીટની માતબર રકમ ગુજરાત રાજય વકફ બોર્ડના ચેરમેન ડો. મોહસીન લોખંડવાલા, મેમ્બર જીશાનભાઈ નકવી, ગુજરાત રાજય વકફ બોર્ડના મુખ્ય કારોબારી પ્રદીપસિંહ રાઠોડ અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના કચેરી અધિક્ષક મુસ્તાકભાઈ શેખને મુસાફરખાના વકફ-સંસ્થાના કારોબારી અધિકારી વકીલ હાજીહસન ભંડેરી દ્વારા અસલ ફીકસ ડિપોઝીટની રસીદો તેમજ વહીવટી ફાઈલો સુપરત કરવામાં આવી હતી.

મુસાફરખાના વકફ-ટ્રસ્ટના કારોબારી અધિકારી તરીકે ફરજો નિભાવ્યા મુજબ સમગ્ર જામનગર શહેર જિલ્લાની વકફ સંસ્થાઓમાં વકફ મિલકતોના સંરક્ષણ અને ડેવલોપમેન્ટ માટે ભાડુતો સાથે અનેક વકફ મિલકતો બાબતે જાગૃતિ અપાવી વકફ સંસ્થાઓને માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh